રાજુલા, રાજુલા જાફરાબાદ પીપાવાવ મહુવા અલંગ સુધી કોસ્ટગાર્ડ ની તમામ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માં આવે છે આજે નવાબંદર થી 8 નોટિકલ માઈલ દૂર અલજોમાર નામનું જહાજ અલંગ શિપયાર્ડ માં બ્રેકીંગ માટે જતુ હતું ત્યારે 9 જેટલા ઈસમો કીરામણી નામની બોટ લઇને ચોરી કરવા માટે જહાજ ઉપર ચડી ગયા અને ત્યાર બાદ જહાજના વીએચએફએ કોસ્ટગાર્ડની મદદ માંગતા તેજ વિસ્તાર માં પીપાવાવ કોસ્ટગાર્ડ ની ટિમ પેટ્રોલિંગ માં હતી તેે ગણતરી ની મિનિટો માં ત્યાં પહોંચી ગઇ હતી સૌ પ્રથમ કોસ્ટગાર્ડએ બોર્ડિંગ બોટ સમુદ્ર માં ઉતારી હતી અને નીચે 7 જેટલા શખ્સ બોટમાં બેસેલા હતા તેની પ્રથમ ધરપકડ કરી અને જહાજ ઉપર ચડેલા 2 ઈસમો ને ઉપર થી ધરપકડ કરી હતી અને બોટ પણ કબ્જે કરી હતી
જોકે અલંગ વિસ્તાર માં સૌથી વધુ નાની મોટી ચોરી ના બનાવ સમુદ્ર માં બનતા હતા ત્યારે વારંવાર આ પ્રકાર ની ફરિયાદો ઉઠતી હતી તેવા સમયે પીપાવાવ કોસ્ટગાર્ડને દ્વારા આજે મહત્વ પૂર્ણ સફળતા મળી હતી જોકે સમગ્ર મામલે કુલ 9 ઈસમ ની કોસ્ટગાર્ડ દ્વારા ધરપકડ કરાય હતી અને ત્યાર બાદ પીપાવાવ મરીન પોલીસ પણ દોડી હતી અને બને દ્વારા આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તેની પૂછ પરછ કરશે અને અન્ય વિસ્તાર માં કોઈ બનાવ માં કોઈ સંડોવણી છે કે કેમ ? તેને લઇ ને તપાસ નો ધમધમાટ શરૂ થયો છે બોટ સાથેના શખ્શો ને પીપાવાવ જેટી લવાયા છે અને કોસ્ટગાર્ડ દ્વારા સ્પલા ઇકબાલ હુસેન ,બેલીમ ઓસમુંભાઈ ઉમરૂભાઇ,ચૌહાણ ઇમરાન હુસેન, બારૈયા બાલુ ગબરુ,ચૌહાણ અબ્દેરમાં જુસબ,સુમરા સલિમ અલી,મંગા વીરા બાંભણીયા, ઉસ્માન જુસબ ચૌહાણ,મુહમ્મદ જુસબ ચૌહાણ તમામ નવાબંદરના રહેવાસી શખ્સોને પીપાવાવ મરીન પોલીસ ને સોંપવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડના ડેપ્યુ કમાન્ડો એમ એમ મંડીએ ઘટનામાં તાકીદે એક્શન લીધા હતા પીપાવાવ કોસ્ટગાર્ડ કમાન્ડો ઓફિસર મોહબીન ખાન સાથે વાતચીત કરતા કહ્યું હતું અમારી ટિમ પેટ્રોલિંગ માં હતી ત્યારે અમને માહિતી મળી કોઈ ઈસમો દ્વારા જહાજ માં ચોરી કરાઇ રહી છે એટલે અમારા જહાજ એ તુરંત ઘટના ની ગંભીરતા દાખવી એક્શન લીધા હતા આવી ઘટના ને રોકવા માટે કોસ્ટગાર્ડ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે પીપાવાવ મરીન પોલીસ એ ખુબ સારો સહકાર આપ્યો છે.