અમરેલી જિલ્લાના નવ ફોજદારોની બદલી

અમરેલી,

અમરેલીના એસપી શ્રી હિમકરસિંહે વહીવટી સરળતા ખાતર જાહેરહિતના હંગામી ધોરણે પીએસઆઇની બદલી કરી છે જેમાં તાલુકા પોસ્ટેના જીએન કાઠીયાને અમરેલી સીટીમાં અને અમરેલી સીટીના પીએસઆઇ વીવી ગોહીલને અમરેલી તાલુકામાં અને લાઠીના પીએસઆઇ પીએ જાડેજાએ અમરેલી એલઆઇબીમાં તથા લીલીયામાં એમડી ગોહીલને ખાંભા પોસ્ટેમા ચલાલાના એસઆર ગોહીલને લીલીયા પોસ્ટેમાં જયારે ખાંભાના જેપી ગઢવીને ધારી પોસ્ટેમાં અને મરીન પીપાવાવ પોસ્ટેના ડીબી મજીઠીયાને બાબરા પોસ્ટેમાં એલઆઇબી અમરેલીના એઆર છોવાળાને મરીન પીપાવાવમાં અને જિલ્લા ટ્રાફીક બ્રાંચના કેએલ ગળચરને ચલાલા પોસ્ટેમાં પીએસઆઇ તરીકે મુકયા છે તેમ એસપી શ્રી હિમકરસિંહ દ્વારા જણાવાયું