અમરેલી જિલ્લાના પાંચ એએસઆઇ ફોજદાર બન્યા:પોલીસ બેડામાં આનંદની લાગણી

  • શ્રી હર્ષદભાઇ જાની, શ્રી ભરતગીરી ગોસ્વામી, શ્રી યોગેશભાઇ અમરેલીયા, શ્રી પ્રકાશભાઇ જોષી અને શ્રી મનુભાઇ આહિર પીએસઆઇ બન્યા 

અમરેલી,
સાવરકુંડલા શહેરમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવી ચૂકેલા નીડર બાહોશ પોલીસ કર્મચારી ભરતગીરી ગોસાઈ અને મનુભાઈ આહીર તથા એસઓજીના શ્રી પ્રકાશભાઇ જોષી અમરેલી સીટીના શ્રી હર્ષદભાઇ જાની અને એસઆઇટીના શ્રી યોગેશભાઇ અમરેલીયાએ પી. એસ.આઈ. ની ખાતાકીય પરીક્ષા પાસ કરી પી.એસ.આઈ. તરીકે નું પ્રમોશન મળતા અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં આનંદની લાગણી ફરી વળી છે.