અમરેલી જિલ્લાના પોલીસ લોકઅપ શરાબીઓથી છલકાયા

  • 31 ડિસેમ્બર : અમરેલી જિલ્લામાં બ્રેથ એનાલાઇઝર સાથે માર્ગો ઉપર પોલીસ દ્વારા ઠેર ઠેર ચકાસણી : શ્રી નિર્લિપ્ત રાયનું મોનીટરીંગ
  • સાંજ સુધીમાં અમરેલી જિલ્લામાં 300 જેટલા નશાબંધી ભંગના ગુનાઓ દાખલ કરતી પોલીસ : જિલ્લામાં ચેકપોસ્ટો ઉપર અનેક નશાખોરોના વાહનો જપ્ત
  • સાંજ સુધીમાં સૌથી વધુ 26 કેસ સાવરકુંડલા શહેરમાં : અમરેલીમાં 19 કેસ જાફરાબાદમાં 47 કેસ : સૌથી ઓછા માત્ર 2 શરાબીઓ ચલાલામાં મળ્યા

અમરેલી,અમરેલી જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે શરાબીઓ મહેફીલ ન માંડે તેના માટે જિલ્લાભરના હાઇવે, પાર્ટી પ્લોટો, ફાર્મ અને ચેકપોસ્ટો ઉપર પોલીસ દ્વારા એસપીશ્રી નિર્લિપ્ત રાયના મોનીટરીંગમાં ઠેર ઠેર બ્રેથ એનાલાઇઝર સાથે ચકાસણી કરી સાંજ સુધીમાં જિલ્લામાં 300 જેટલા દારૂના કેસો નોંધવામાં આવ્યા છે અને સાંજે હજુ પણ વધુ શરાબીઓ પોલીસના હાથમાં આવી રહયા હોય જિલ્લાભરના તમામ પોલીસ સ્ટેશનમાં લોકઅપ શરાબીઓથી છલકાય રહયા છે અને અનેક ફોરવ્હીલ તથા બાઇકથી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડો પણ ઉભરાય ગયા છે મોડી રાત્રી સુધી શરૂ રહેનારી ઝુંબેશમાં દારૂના કેસની સંખ્યા 400 ઉપર વટી જાય તેવી અટકળો થઇ રહી છે.