અમરેલી,
અમરેલી જિલ્લામાં દારૂનું વેંચાણ, હેરફેર, ઉત્પાદન જેવી પ્રોહીબીશન પ્રવૃતિ ગુનાઓ કરવાની ટેવવાળા શખ્સોને પાસા તડીમાર કરવા સુચના આપતા અમરેલી એલસીબીએ આ પ્રવૃતિમાં સતિષ ઉર્ફે સત્યો ઉર્ફે સતુ કાળુભાઇ ચાવડા રે.પીયાવાવાળા વિરૂધ્ધ પુરાવા એકત્ર કરી પાસાની દરખાસ્ત તૈયાર કરાતા જિલ્લા મેજી.ને મોકલી આપેલ. તેથી જિલ્લા મેજીસ્ટ્રેટે ઇસ્યુ કરેલ વોરંટ આધારે અમરેલીનાં એસપીની સુચનાથી એલસીબીનાં એએમ પટેલ અને ટીમે સતીષ ઉર્ફે સત્યાને પાસા વોરંટની બજવણી કરી મહેસાણા જિલ્લાજેલમાં અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે. આ શખ્સ સામે જુદા જુદા પ્રોહીબીશનનાં 11 કેસો વંડા, નવા બંદર, સાવરકુંડલા સહિતનાં વિસ્તારોમાં નોંધાયા હતાં.