અમરેલી જિલ્લાના વિશ્ર્વ પ્રસિધ્ધ તિર્થધામ ભુરખીયા હનુમાન અને તુલસીશ્યામધામ, સતાધાર દર્શનાર્થીઓ માટે બંધ

તા.14 થી 30 સુધી ભુરખીયા તિર્થધામ અને તા.9 થી 30 સુધી તુલસીશ્યામ તિર્થધામ સદંતર બંધ : અમાસ, પુનમના ઘેર દર્શન કરવા અનુરોધ

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે ઇશ્ર્વર પણ વિમુખ થયો હોય તેમ જિલ્લાના વિશ્ર્વ પ્રસિધ્ધ તિર્થધામોએ તાળા દેવામાં આવી રહયા છે જિલ્લાના ભુરખીયા હનુમાન અને તુલસીશ્યામ અને સતાધાર તિર્થધામ 30 મી સુધી બંધ રહેશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ લાઠીના મદદનીશ કલેકટરશ્રી ઉત્સવ ગૌતમ સાથે પરામર્શ કરી ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય અનુસાર તા.14 થી 30 મી એપ્રિલ સુધી ભુરખીયા હનુમાનજી મંદિરમાં દર્શન સદંતર બંધ રહેશે સંસ્થા દ્વારા ભોજનાલય કેન્ટીન ઉતારો પણ બંધ રાખેલ છે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે. તુલશીશ્યામ મંદીર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે, તા.9 થી 30 સુધી મંદીર સંપુર્ણ પણે દર્શનાર્થીઓ માટે બંધ રાખેલ છે. કોરોનાને કારણે આ નિર્ણય લેવાયો છે. પુનમ અને અમાસ ભરતા તેમજ માનતા રાખતા કોઇપણ વ્યક્તિએ પોતાનાં ઘરેથી શ્યામબાપાનાં દર્શન કરી લેવા. શ્રી પ્રતાપભાઇ વરૂએ તુલશીશ્યામ મંદીર વતી જણાવ્યું છે. શ્રી આપાગીગાની જગ્યા સતાધાર ધામ તા.10 થી તા.30-4-21 સુધી દર્શનાર્થ માટે બંધ રહેશે. આરતી, દર્શન, ઉતારા, ભોજન વ્યવસ્થા પણ બંધ રાખેલ છે તેમ મહંત શ્રી વિજયદાસ બાપુએ જણાવ્યું છે.