અમરેલી,
ગુજરાતમાં છેલ્લા એક-દોઢ વર્ષથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના રેકેટ ઝડપાઈ રહ્યાં છે. દર વખતે મુંદ્રા પોર્ટની આસપાસથી જ આ ડ્રગ્સનો જથ્થો પકડાતો હોય છે પરંતુ આ વખતે ગુજરાતના અન્ય એક દરિયાકાંઠેથી અઢી હજાર કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ATS અને DR ના સંયુક્ત ઓપરેશનમાં કંડલા પોર્ટ પરથી 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે તેમા અહેવાલો વચ્ચે કંડલા પોર્ટ દ્વારા આ જથ્યો કંડલા નહી અન્યત્ર ઉતર્યો હોવાનું જણાવાઇ રહયું છે તેવા સંજોગોમાં અમરેલી જિલ્લામાં લાંબો સાગર કાંઠો આવેલ હોય અમરેલી જિલ્લાના સાગરકાંઠે પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હોવાનુ એસપીશ્રી હિમકરસિંહે અવધ ટાઇમ્સ સાથેની વાતમાં જણાવ્યું હતુ.
એસપીશ્રી હિમકરસિંહે જણાવેલ કે, જિલ્લાના સાગરકાંઠામાં આવેલા દરેક લેન્ડીગ પોઇન્ટ અને ટાપુ ઉપર પોલીસ તંત્ર દ્વારા સતત વીઝીટ રાખવા સુચના આપવામાં આવી છે જિલ્લાના જાફરાબાદ અને મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફને વધ્ાુ સર્તક રહેવા સુચનાઓ અપાઇ છે અમરેલી એસઓજીની સમગ્ર જિલ્લામાં અને વિશેષ સાગરકાંઠે બાજ નજર છે અને એસઓજી કોઇ પણ સ્થિતિને ભરી પીવા સજજ છે. ઓપરેશન સાગર કવચની તૈયારીઓ વચ્ચે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પોલીસ તંત્રનો ધમધમાટ વધ્યો છે.અહેવાલ અનુસાર કચ્છના કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલો હેરોઈનનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સની ડિલિવરી અફઘાનિસ્તાનથી કરવામાં આવી હતી. સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલ ડ્રગ્સનું અંદાજિત મૂલ્ય 2 હજાર 500 કરોડનું અનુમાન છે.જોકે કંડલા પોર્ટ પર અફઘાનિસ્તાનથી આવેલ કન્ટેનરમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે અને વધુ ડ્રગ્સ પકડાઈ શકવાની એજન્સીઓને આશંકા છે. તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે અંદાજે 5000 કરોડ કરતા વધુના ડ્રગ્સની ડિલિવરી થઈ હોવાની બાતમી મળી હતી. ગુજરાત ATS એ આ અંગે ઈનપુટ આપ્યુ હતુ. ડ્રગ્સ કોણે અને ક્યારે મંગાવ્યુ તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે.