અમરેલી જિલ્લાના 310 તલાટી મંત્રીઓ હડતાલમા

સમગ્ર ગુજરાતમા છેલ્લા ઘણા સમય થી તલાટી મંત્રીઓના તાલુકા, જિલ્લા અને રાજ્યના સંગઠન દ્વારા પોતાના પડતર પ્રશ્નો ને લઈ સરકાર સાથે વટાઘાટો કરી પોતાના પ્રશ્નો બાબતે રજુવાત કરી હતી. પરંતુ અનેક વાર રજુવાત પછી પણ પોતાની યોગ્ય માંગણીઓનું નિરાકરણ ના આવતા ભૂતકાળ મા પણ આંદોલન માર્ગ અપનાવ્યો હતો. ત્યારે યોગ્ય આશ્વાશન મળતા તલાટી મંત્રીઓ એ હડતાલ પરત ખેંચી હતી.ગુજરાતની તત્કાલીન રૂપાણી સરકાર દ્વારા અપાયેલા આશ્વાશન વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકાર મા રજુવાત પછી પણ ઉકેલ ના આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ ની સૂચના મુજબ અમરેલી જિલ્લા ના 310 તલાટી મંત્રીઓ 2 જી ઓગસ્ટ થી અચોક્કસ મુદત ની હડતાલ પર જવાનુ એલાન કરતા અમરેલી જિલ્લા મા 519ગ્રામપંચાયત મા લોકોના કામ અટકી પડશે તે વાત નક્કી છે. તલાટી મંત્રીની સહી થી નીકળતા દાખલાઓ સહીત ની કામગીરી અચોક્કસ મુદત સુધી બંધ થવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. આ બાબતે અમરેલી જિલ્લા તલાટી મંત્રી મંડળ ના પ્રમુખ જયેશ કટસિયાનો સંપર્ક કરતા તેમના જણાવ્યા અનુસાર 2018 થી તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા નિરાકરણ ના આવતા અચોક્કસ મુદત ની હડતાલ પર જવાની ફરજ પડી છે.જોકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે ની કામગીરી અને તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામપંચાયત મા દેશની શાન સમા તિરંગા ને ફરકાવશે પરંતુ અન્ય બીજી કોઈ કામગીરી મા જોડાશે નહિ.આ બાબતે લેખિત મા અમરેલી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારી, તમામ મામલતદાર અને તમામ તાલુકા વિકાસ અધિકારી નેસંગઠન ના હોદેદારો સાથે રહી લેખિત મા આવેદનપત્ર