અમરેલી જિલ્લાના 48 લાભાર્થીઓને આવાસ અર્પણ કરાશે

અમરેલી,

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.12 મે, 2023ને શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) નાં લાભાર્થીઓ માટે રુ.1,946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના 48 લાભાર્થીઓ પણ મહાત્મા મંદિર સ્થિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વધુમાં અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં વર્ચ્યુઅલી જોડાશે. જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં યોજાનારા કાર્યક્રમના સુચારુ આયોજન માટે આજરોજ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમના આયોજનની રુપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં આ કાર્યક્રમના નોડલ અધિકારીશ્રી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વસ્તાણીએ સમગ્ર કાર્યક્રમના આયોજન વિશે સહિતની બાબતો વિશે વિગતો જણાવી હતી.જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને કાર્યક્રમના આયોજન અંગે જરુરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ગાંધીનગર ખાતે જઈ રહેલા લાભાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે પણ તેમણે સૂચના આપી હતી. ગ્રામિણ અને નગરપાલિકાના સ્તરે યોજાનારા કાર્યક્રમ બાબતે જરુરી વ્યવસ્થાઓ ગોઠવવા માટે જરુરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ઉનાળાની તુ હોવાથી પીવાના પાણી, ફાયર સેફ્ટી સહિતના મુદ્દે આયોજન કરવા માટે તેઓશ્રીએ વિશેષ કાળજી દાખવવા માટે સૂચન કર્યુ હતું. જિલ્લામાં યોજાનારા કાર્યક્રમો પદાધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. જિલ્લામાં ગ્રામ્ય સ્તરે 18 ગામોમાં આ કાર્યક્રમ યોજાશે, જ્યારે શહેરી વિસ્તારમાં તમામ નગરપાલિકાઓ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવશે. ગ્રામીણ કાર્યક્રમમાં 43 લાભાર્થીઓને આવાસ સોંપવામાં આવશે જ્યારે શહેરી વિસ્તારના લાભાર્થીઓને પણ તેમને તેમના આવાસ સોંપવામાં આવશે. કાર્યક્રમના દિવસે પ્રભાત ફેરી, વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્યક્રમ, જાહેર સ્થળોની સફાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. આ ઉપરાંત પર્યાવરણને સુરક્ષિત રાખવાની પ્રતિજ્ઞા, રંગોળી, મકાનોને તોરણ બાંધવા, કળશ સ્થાપન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ મ્ૈંજીછય્ના માધ્યમથી નિહાળવામાં આવશે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે ઘટતું કરવા સંબંધિત અધિકારીશ્રીઓને, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.બી.વાળા દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંઘ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યાં