અમરેલી જિલ્લાની ડેમ સાઇટોમાં વરસાદ પડયો

  • સૌથી વધારે રાયડી અને શેલ દેદુમલમાં 30 મી.મી. વરસાદ

 

અમરેલી,અમરેલી જિલ્લામાં રવિવારથી વરસાદ પડતાની સાથે જ ડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે આજે અમરેલી જિલ્લાના ખોડીયાર ડેમમાં સાત, રાયડીમાં 30, વડીયામાં સાત, શેલ દેદુમલમાં 30, સુરજવડીમાં 10, ધાતરવડી-2 માં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો. તેમ સિંચાઇ વિભાગ દ્વારા જાણવા મળ્યુ છે.