અમરેલી જિલ્લાની તમામ કોર્ટોમાં 13મીએ લોક અદાલતો

અમરેલી,
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર અત્રેના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી આર.ટી.વચ્છાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત અમરેલી તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટોમાં આગામી તા.13/08/ર0રર શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશીએબલ-138, મની રીકવરી, એમએસીપી, મેટ્રોમોનીયલ ડિસપ્યુટ, લેબર ડિસપ્યુટ, લેન્ડ એકવીઝેશન કેસો, ઈલકિટ્રસીટી અને વોટર બીલ્સ (નોન-કમ્પાઉન્ડેબલ) કેસો અને સર્વિસ મેટર રીલેટીંગ પે એન્ડ એલાઉન્સ, રેવન્યુ કેસો, અધર સિવિલ કેસોની નેશનલ લોક અદાલત યોજાશે તેમજ અમરેલી જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો સમાધાનથી નિકાલ થાય તે માટે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, અમરેલી તથા અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકે તા.13/08/2022 શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. તેમાં જો કોઈ પક્ષકારો તેઓના કોર્ટમાં ચાલતાં કેસો લોક અદાલતમાં મુકવા ઈચ્છતા હોય તો તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, એ.ડી.આર.સેન્ટર, જિલ્લા અદાલત, અમરેલી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમીતી, સિવિલ કોર્ટમાં સંપર્ક કરી શકાશે (02792 – 229824) તેમ ફુલટાઇમ સેક્રેટરી આરપી દેવેન્દ્રએ જણાવ્યું