અમરેલી જિલ્લાની તાલુકા પંચાયતોમાં બજેટ મંજુર

  • 31 માર્ચે નાણાંકીય વર્ષ પુરૂ થતાં સરકારનાં નિયમ મુજબ
  • વડિયા, કુંકાવાવ, બાબરા, ધારી, લાઠી, લીલીયા, ખાંભા સહિતની તાલુકા પંચાયતોનાં બજેટ સર્વાનુમતે પસાર થતા મંજુર કરાયાં : વિકાસલક્ષી બજેટને સર્વત્ર આવકાર 

અમરેલી,
સરકારશ્રીનાં નિયમ મુજબ 31 માર્ચે નાણાંકીય વર્ષ પુરૂ થતા જે તે તાલુકા પંચાયતો દ્વારા વર્ષ 2021-22નાં બજેટ રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં અમરેલી તાલુકા પંચાયતનું 77.44.88.900નું અને જાફરાબાદ તાલુકા પંચાયતનું 3859.066.00 તેમજ રાજુલા તાલુકા પંચાયતનું 20 ક રોડનું વિકાસ લક્ષી બજેટ તથા સાવરકુંડલા તાલુકા પંચાયતનું 30 ક રોડ 38 લાખનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાનાં વડિયા, કુંકાવાવ, બાબરા, ધારી, લાઠી, લીલીયા, ખાંભા સહિતની તાલુકા પંચાયતોનાં બજેટ સર્વાનુમતે પસાર થતા મંજુર કરાયાં હતાં અને તાલુકા પંચાયતોમાં વિકાસલક્ષી બજેટને સર્વત્ર આવકાર સાંપડ્યો હતો.
અમરેલી જિલ્લાની કુલ 11 તાલુકા પંચાયતોમાં મળેલી સામાન્ય સભામાં વાર્ષિક અંદાજ પત્ર રજુ કર્યાની સાથે બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.