અમરેલી જિલ્લાની દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને શિલ્ડ સર્ટીફિકેટ એનાયત

  • 2019-20નાં વર્ષમાં સારી કામગીરી કરનાર મંડળીઓને બિરદાવી

અમરેલી,
ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લામાં સહકારી સંઘના માધ્યમથી જુદા જુદા પ્રકારની મંડળી/સંસ્થાઓની કાર્યક્ષમતા મુજબ હરીફાઇ આયોજન કરવામાં આવે છે. એ અંતર્ગત અમરેલી જીલ્લા સહકારી સંધના ચેરમેન અને યુવા નેતા શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા વર્ષ 2019-20 દરમીયાન દુધ ઉત્પાદક સહકારી મંડળીઓનો શિલ્ડ અને સર્ટિફીકેટ હરીફાઇનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા પ્રથમ ત્રણ કેમાંક મેળવનાર મંડળીઓને રાજ્ય સહકારી સંઘ દ્વારા શિલ્ડ અને સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે 67 માં અખિલ ભારત સહકાર સપ્તાહ ના સદર્ભમાં યોજાયેલ સહકારી સેમીનારમાં વર્ષ 2019-20ની પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર મંડળીઓ ને શિલ્ડ અને સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા જેમા પ્રથમ ક્રમ આવનાર શ્રી પ્રતાપપરા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ને ભારત સરકારના કેંન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાના વરદ હસ્તે તેમજ બીજા ક્રમે આવનાર નાના આકડીયા મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ને સહકાર શિરોમણી અને ખેડુત નેતા શ્રી દિલીપભાઇ સંઘાણી ના વરદ હસ્તે અને ત્રિજા ક્રમે આવનાર શ્રી જેશીંગપરા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ને અમરેલી સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા ના વરદા હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.ત્યારે આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલીયા, અમરેલી ખરીદ વેચાણ સહકારી સંઘ લી.ના ચેરમેન શ્રી જયંતીભાઇપા નસુરીયા, અમરડેરીના વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઇ સંઘાણી, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. ના વાઇસ ચેરમેન શ્રી અરૂણભાઇ પટેલ, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. ના મેનેજર શ્રી બી.એસ કોઠીયા અને અમરેલી જીલ્લાના સહકારી સંસ્થાઓના નાના મોટા નામી અનામી પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.