અમરેલી જિલ્લાની નદીઓમાં પુર, ત્રણ તણાયા : એકનું મોત

અમરેલી,
અમરેલી જિલ્લામાં વરસાદને કારણે ભારે નુકસાન થયું છે છેલ્લા ઘણા સમયથી સતત વરસાદને કારણે ખેતીપાકોને અસર થયાની સાથે ગઇકાલ રાતથી સવાર સુધી વરસાદ પડતા જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી જો કે વરસાદને કારણે લીલીયાના નાવલીમાં ગેસનો બાટલો લઇને જતા યુવાન તણાયો હતો તેને બચાવી લેવાયો હતો જયારે પાંચતલાવડા ગામે બે મહીલાઓ તણાતા એકને બચાવી લેવાઇ હતી જયારે એક યુવતી લાપતા થયા બાદ મૃતદેહ મળી આવ્યો હતો અમરેલી શહેરના મધ્યમાં આવેલા માણેકપરા વિસ્તારમાં એક રહેણાંક મકાન ધરાશાયી થઇ જતા ઘરવખરી સહિતને ભારે નુકસાન થયું હતુ પાંચ તલાવડામાં તણાયેલ બે યુવતી પેૈકી સેૈફાલી વસાવાને બચાવી લેવાઇ હતી જયારે તેની સાથે રહેલી સાફીયા વસાવા ઉ.વ.23 નું મોત થયુ હતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લીલીયાની નાવલીમાં પાણી ફરી વળ્યા હતા શેત્રુજી નદીમાં પણ પુર આવ્યું હતુ જયારે લાઠીની કાળુભાર ગાગડીયામાં પણ પુરને કારણે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી.