અમરેલી જિલ્લાની નવ તા.પં.માં ભાજપ : બે કોગ્રેસને

અમરેલી,
અમરેલી જિલ્લામાં 11 તાલુકા પંચાયતોની ચુંટણી પુરી થતા પરીણામના અંતે આજે દરેક તાલુકા મથકોએ તાલુકા પંચાયતોની મળેલી સામાન્ય સભાઓમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં 11 તાલુકા પંચાયતોમાંથી 9 તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપનું શાસન આવ્યુ છે જયારે બે તાલુકા પંચાયતોમાં કોગ્રેસનું શાસન આવ્યું છે.
11 તાલુકા પંચાયતો પેૈકી 9 તાલુકા પંચાયતો ભાજપને મળી છે જેમાં ધારી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઇ કાનાણી અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઇ વલ્લભાઇ વાઘેલા અને ખાંભામાં પ્રમુખ શ્રી નિતાબેન કાંતીભાઇ તંતી ઉપપ્રમુખ શ્રીમતિ મનીષાબેન કોૈશિકભાઇ અમરેલીમાં પ્રમુખ તરીકે શ્રીમતિ પ્રજ્ઞાબેન દિલીપભાઇ સાવલીયા તથા ઉપપ્રમુખ વનરાજભાઇ રામભાઇ કોઠીવાળ અને કુકાવાવમાં પ્રમુખ શ્રીમતિ પુર્વીબેન વસંતભાઇ સોરઠીયા તથા ઉપપ્રમુખ જયસુખભાઇ રવજીભાઇ ભુવા લાઠીમાં પ્રમુખ તરીકે શ્રીમતિ સુનિતાબેન પ્રવીણભાઇ પરમાર અને ઉપપ્રમુખ રામદેવસિંહ મોહનભાઇ પરમાર, બાબરામાં પ્રમુખ ભરતભાઇ રામજીભાઇ બુટાણી, ઉપપ્રમુખ શ્રીમતિ વિનોતબેન લાલજીભાઇ જાદવ, સાવરકુંડલામાં પ્રમુખ તરીકે શ્રીમતિ અનિયાબેન લલીતભાઇ બાલધા અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ લાલજીભાઇ ચાવડા, રાજુલામાં પ્રમુખ તરીકે મીઠાભાઇ સાર્દુલભાઇ લાખણોત્રા અને ઉપપ્રમુખ તરીકે રાજાભાઇ રણછોડભાઇ શિયાળ, જાફરાબાદમાં પ્રમુખ તરીકે શ્રીમતિ મનજુબેન નાજાભાઇ બાંભણીયા અને ઉપપ્રમુખ તરીકે હિંમતભાઇ પુંજાભાઇ સોલંકીની વરણી કરવામાં આવી છે આમ કુલ 9 તાલુકા પંચાયતોમાં ભાજપ શાસન આવ્યુ છે જયારે બગસરા તાલુકા પંચાયતમાં કોગ્રેસના પ્રમુખ તરીકે દલસુખભાઇ ભાયાભાઇ પાનસુરીયા અને ઉપપ્રમુખ તરીકે શારદાબેન બાબુભાઇ બકરાણીયા અને લીલીયા તાલુકા પંચાયતમાં પણ કોગ્રેસમાંથી પ્રમુખ તરીકે વિલાસબેન બહાદુરભાઇ બેરા અને ઉપપ્રમુખ તરીકે ભુપતભાઇ ભગવાનભાઇ પટોળીયાની વરણી કરવામાં આવી છે લીલીયા તાલુકા પંચાયતમાં કોગ્રેસને 8 અને ભાજપને 8 બેઠકો મળેલી તેથી ટાઇ પડતા ચીઠ્ઠી દ્વારા કો્ર્રગ્રેસપક્ષના પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાયા છેે બગસરા તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો પેૈકી 9 કોગ્રેસને અને 7 ભાજપને મળેલી જેમાં ભાજપના 1 સભ્ય ગેરહાજર રહયા હતા કોગ્રેસના તમામ સભ્યો હાજર રહ્યા હતા બેઠકમાં 1 સભ્ય ગેરહાજર રહેતા નોટીસ અપાશે તેમ જિલ્લાભાજપ પ્રમુખ કોૈશિકભાઇ વેકરીયાએ જણાવ્યું છે.