અમરેલી જિલ્લાની બેંકો હડતાલમાં જોડાતા કામગીરી ઠપ્પ

અમરેલી,બેંકોનું ખાનગીકરણ કરવા કેન્દ્રસરકાર દ્વારા ગતિવીધી શરૂ કરાતા બેંકોના પાંચેય યુનીયનોની સંકલન સમિતિએ આપેલા એલાન મુજબ પ્રતિક હડતાલ, ધરણા, સુત્રોચ્ચાર બાદ પણ સરકારે સુ પ્રતિભાવ નહિં આપતા રોષીત બનેલા બેંકોના પાંચેય યુનિયનોની સંકલન સમિતિએ આપેલા અલ્ટીમેટમ મુજબ દેશભરની બેંકોએ તા.16 અને 17 બે દિવસ હડતાલમાં જવા નિયત કર્યા મુજબ આજથી અમરેલી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો પણ હડતાલમાં જોડાઇ હતીઅને કામગીરી ઠપ્પ કરી દીધી હતી.આજે હડતાલ સાથે કર્મચારીઓએ બેંક બહાર સરકાર સામે સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.આવતીકાલે પણ બેંકો સજજડ બંધ પાળશે બે દિવસ બેંકો બંધ રહેતા કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન સાવ ઠપ્પ થઇ જશે અને જનજીવનને ભારે આર્થીક અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે.