અમરેલી જિલ્લાની બોર્ડરના 80 ગામોનાં ગાડામાર્ગનો સર્વે

અમરેલી,આજ સુધી કોરોનાનો એક પણ કેસ ન ધરાવનારા અમરેલી જિલ્લામાં ત્રણ દિવસ હેમખેમ નિકળે તો લોકોને શરતી છુટછાટ મળી શકે તેવી આશા લોકો રાખી રહયા છે.
અને સરકારી તંત્ર પણ પુરી મહેનત કરી રહયું છે ત્યારે શ્આાજે શુક્રવારે અમરેલી જિલ્લાની બોર્ડરના 80 ગામોનાં ગાડામાર્ગનો સર્વે સરકાર દ્વારા હાથ ધરવવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
દક્ષીણ સૌરાષ્ટ્રના મધ્યબીંદુ એવા અમરેલી જિલ્લાને રાજકોટ, ભાવનગર, જુનાગઢ, ગીરસોમનાથ અને બોટાદ મળી કુલ પાંચ જિલ્લાની હદ લાગે છે અને અમરેલી જિલ્લાના 80 ગામો આ પાંચે જિલ્લાની બોર્ડર ઉપર આવેલા છે. જિલ્લાની બોર્ડર ઉપરના તમામ 80 ગામોમાં પણ અંદર જવાના જુનવાણી ગાડા માર્ગ આવેલા છે આ માર્ગો દ્વારા કોઇ બહારના જિલ્લામાંથી ઘુસી ન આવે તેના માટે તૈયારીઓ શરૂ થઇ હોવાનું મનાય રહયું છે.