અમરેલી જિલ્લાની લોકમાતાઓ બેકાંઠે : કામનાથ છલકાયો

અમરેલી, હજુ આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો નથી ત્યારે અમરેલી જિલ્લાની લોકમાતાઓ બેકાંઠે વહેવાનુ શરૂ થયું છે અને અમરેલીનો કામનાથ ડેમ છલકાયો છે ગીરમાંથી નિકળતી શેત્રુજી તથા લીલિયાની નાવલી, બાબરાની કરણુકી, બગસરાની સાતલી,અમરેલીની વડી ઠેબીની હેઠવાસમાં ઘસમસતા પુર આવી રહયાના અહેવાલો મળી રહયા છે અને બગસરાના કાગદડીમાં એક મકાન પડયું છે અમરેલીના ઉપરવાસના ગામડાઓ પીપળલગ, વેણીવદર, માંગવાપાળ, રંગપુર, વડેરા, નાના ભંડારીયા, નાના આંકડીયા, વરુડી પ્રતાપપરા સાંગાડેરી જેવા ગામોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખારામાં આવેલા પુરથી કામનાથ ડેમની ગાંડી વેલ તણાઇ છે અને અત્રે એ ઉલ્લેખનીય છે કે હજુ વડી કે ઠેબી ડેમ ભરાયા નથી તેના દરવાજા ખુલશે ત્યારે ફરી કામનાથ છલકાશે બીજી તરફ નાના ભંડારીયા અને વડેરા ફરતા પાણી ભરાયા હતા અને જિલ્લાભરમાં અનેક નદીનાળાઓ અને ચેકડેમો છલકાયા છે અમરેલીમાં છ કલાકમાં અઢી ઇંચ પડયો છે. વડિયા પંથકમાં સતત વરસી રહેલા વરસાદે પાણી પાણી કરી મુક્યા છે બપોર બાદ ત્રણ વાગ્યા થી બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતા ત્યારે આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે જેતપુર ખાતે થી વડિયા તાલુકાના સનાળા ગામે રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલ ચાર વ્યક્તિ પુરના પાણી મા ફસાયા છે તેવો અમરેલી કંટ્રોલ ખાતે ફોન આવ્યો હતો બાદમાં આ વાતને ગંભીરતાથી લઇ અમરેલી કલેકટરે તાત્કાલિક વડિયા મામલતદાર ને જાણ કરી હતી અને તાત્કાલિક ધટના સ્થળે પહોંચવાનું કહેતા વડિયા મામલતદાર પી એસ આઈ સહિતનો સ્ટાફ ધટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણીમાથી બહાર કાઢી 108 દ્વારા કુંકાવાવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અમરેલી,ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા બુધવારે સવારે 10.15 વાગ્યાની સ્થિતિએ જળાશય 70.36 ટકા ભરાયેલો હતો. જળાશયમાં પાણીની સતત આવક થતાં ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેમ છે. આ સ્થિતિમાં મામલતદાર ડીઝાસ્ટર અમરેલી દ્વારા ધારી, બગસરા, અમરેલી, લીલીયા અને સાવરકુંડલા તાલુકાના 34 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ધારી તાલુકાના આંબરડી, પાદરગઢ, ભરડ, બગસરાના હાલારીયા, હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, લોકા, લોકી, શેઢાવડર, સાવરકુંડલા તાલુકાના બોરાળા, જુના સાવર, ખાલપર, મેકડા, ફિફાદ, ધોબા, પીપરડી, આંકોલડા સહિતના ગામમાં તેની અસર થઈ શકે તેમ છે.