અમરેલી જિલ્લાને અંતરની હુંફ આપી ડો.હિતેષ શાહે અંતિમ વિદાય લીધી

  • અગાઉ બે પુસ્તકો બહાર પાડી ચુકેલા ડો. શાહે છેલ્લે વાર્તા સંગ્રહ આપ્યો

અમરેલી,
અમરેલીમાં સાહિત્ય ક્ષેત્રે મોટુ યોગદાન આપનાર ડો. હીતેષ શાહ અગાઉ બે પુસ્તકો આપી ચુક્યા છે જેમાં એક કાવ્ય સંગ્રહ અને ભીનો એક સબંધ વાર્તા સંગ્રહનું લોકાર્પણ કર્યુ છે ડીસ્પેશનરીમાં દર્દ લઇને આવતા વિવિધ માનવીઓનો તેમને જીવંત સબંધ રૂડી આપે છે દર્દીની વ્યથા પીડાને ડો. શાહ સ્પશર્શી ચુક્યા છે તેના સાજા થવાની આશા અરમાનને તેઓ જોઇ શક્યા છે તે લાગણીને ભાવ સંવેદન ડો. શાહના હદયની પેન્ડડ્રાઇવમાં સેવ થતા રહયા છે સતત વિચાર મંથન સાથે વાર્તા સ્વરૂપ નિરૂપાયુ અને 26 વાર્તાઓનો સંગ્રહ લોકોના હાથમાં મુક્યો લેખક વ્યવસાયે ડોકટર હોવાથી તેમની વાર્તાઓનું વાતાવરણ હોસ્પિટલમાં થતી હીલચાલ જેવુ હોવાનું ને વાર્તાની ઘટના પણ મોટેભાગે તેવી જ હોવાની પણ આખરે તો માનવ મનમાં ઉંડાણે રહેલી ચેતનાને જ પ્રગટ કરે છે આવા વાર્તા સંગ્રહ અંતરની હુંફમાં એક પછી એક ચડીયાતી કૃતિઓ ડો. હીતેષ શાહની કલમી રજુ થઇ છે આ પુસ્તકની પ્રસ્તાવના વાસુદેવભાઇ સોઢાએ લખી છે.લેખક તરીકે લોકોનું રૂણ પણ ભુલ્યા નથી અંતરની હુંફ પુસ્તક તેમના બાલ મંદિરના શિક્ષિકા શ્રીમતી અરૂણાબેન ધીરજલાલ ત્રિવેદી કલોલને અર્પણ કરેલ છે તેમના હદયની વિશાળતા પણ અમાપ કરી શકાય આટલી ટોચે પહોંચ્યા પછી પણ ભુતકાળ યાદ રાખવો તેમની મહાનતા સાથે દરીયાદીલી કરી શકાય અન રની હુંફમાં 26 વાર્તાઓ એકથી એક ચડે તેવી કાબીેદાર છે ખાસ તો વાંચકોને પણ નજર સમક્ષ રાખ્યા અગાઉ આઇએક્સપ્રેસ નામે કાવ્ય સંગ્રહ, ભીનો એક સબંધ અને અંતરની હુંફ ત્રણેય પુસ્તકો લોકો સુધી પહોંચાડી ગઇ કાલે જ આખરી શ્ર્વાસ લેતા અમરેલીનું સાહિત્ય જગત પણ શોકમાં ગરકાવ બની ગયુ છે. પ્રવિણ પ્રકાશન દ્વારા પ્રકાશિત અંતરની હુંફ ખરેખર વાંચવા લાયક કૃતિ છે. ડો. હિતેષ શાહ ખુબ સફળતાથી આગળ વધ્યા છે ટુંકમાં કહીએ તો કવિતા વાર્તામાં તેમની કલમ મોરી ઉઠી હતી અમરેલીમાં ચાલતી ગદ્યસભાની બેઠકોમાં પણ તેઓ ભાગ લેતા હતા અને જબરૂ કાઠુ કાઢયુ હતુ તેવા ડો. હિતેષ શાહ આજે આપણી વચ્ચે નથી તે વાતનો પણ કાયમી રંજ રહેશે.

  • અમરેલીમાં લેખકો કવિઓનું મોટુ ફંકશન કરવુ છે : ડો. હીતેષ શાહ

અમરેલીમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અને મળતાવળા સ્વભાવના ડો. હિતેષ શાહે પુસ્તકના લોકાર્પણ પહેલા અમરેલીના લેખક વાસુદેવ સોઢાને જણાવેલુ કે આપણે લેખકો કવિઓનું એક મોટુ ફંકશન કરવુ છે આવી ઇચ્છા દર્શાવી હતી પણ ન જાણ્યુ જાનકી નાથે કે સવારે શું થવાનું છે અંતરની હુંફ ના વિમોચન માટે ફંકશન ગોઠવાય તે પહેલા ડો. હીતેષ શાહનું પ્રાણ પખેરૂ ઉડી જતા અમરેલી શહેર જિલ્લાએ સાહિત્ય જગતનો તેજસ્વી તારલો ગુમાવ્યાનો વસવસો પણ વાસુદેવ સોઢાએ વ્યક્ત કર્યો હતો. અનેક સંસ્મરણો છોડી જનાર ડો. હીતેષ શાહ લોકોના હદય સમ્રાટ સમા હોવા ઉપરાંત લોક સેવામાં પણ અદકેરૂ સ્થાન મેળવી ગૌરવ વધાર્યુ હતુ.