અમરેલી જિલ્લાને 32000 નેનો યુરીયાની બોટલ ફાળવી

અમરેલી,વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો દ્રારા વિશ્વમાં સૌપ્રથમ નેનો યુરીયા બનાવીને ભારતને ખાતર ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું પગલું ભર્યું છે.અમરેલી જીલ્લામાં આ વર્ષે શિયાળુપાકોનું વાવેતર સારા પ્રમાણમાં થયેલ છે, જેથી યુરિયાની માંગ ઉભી થયેલ છે. આ સમયે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાને 32000 ઇફકોનેનો યુરીયા બોટલની ફાળવણી કરવામાં આવેલ છે.આપણા દેશમાં 350 લાખ મેટ્રિકટન યુરિયાનો વપરાશ થાય છે અને મોટા ભાગનું યુરીયા વિદેશથી આવે છે. યુરિયાના આડેધડ વપરાશના લીધે જમીન અને પર્યાવરણ પર તેના દુષ્પ્રભાવો વધતા જાય છે.આજે સરકાર યુરિયાની 45 lSPUFP ની એક થેલી પર રૂ.2800 જેટલી માતબરસબસીડી આપી ખેડૂતોને ફક્ત રૂ. 266 માં એક થેલી ઉપલબ્ધ કરાવે છે જેથી દેશનું વિદેશી હૂંડિયામણ ઘટી રહ્યું છે.ઇફકો દ્રારા વિકસિત નેનો યુરીયા 500 મિલી. ની એક બોટલ એક થેલી યુરીયા 45 lSPUFP બરાબર છે. નેનો યુરીયા ના જુદા જુદા રાજ્યોમાં 11000 જેટલી જગ્યાઓપર થયેલા પરીક્ષણો અને સંશોધનો આધારે ફલિત થયું છે કે નેનો યુરીયાના ઉપયોગથી પાક ઉત્પાદન માં 8 % જેટલો વધારો થાય છે અને પરંપરાગત યુરિયાના ઉપયોગમાં 50 % ઘટાડો શક્ય છે સાથે સાથે માટીની ગુણવત્તા સુધારે છે. નેનો યુરીયા ના ઉપયોગથીજન આરોગ્યને કોઈ નુકશાન થતું નથી અને ટકાઉ ખેતી માટે ઉપયોગી છે.