અમરેલી જિલ્લાભરમાં પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા શરૂ

  • સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટની આડે ગણતરીના દિવસો જ બાકી રહયા છે ત્યારે
  • ચુંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ તથા વિદેશ ગયેલા એનઆરઆઇ સહિતનું ટપાલથી મતદાન

અમરેલી,અમરેલી જિલ્લા સહિત રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમરેલી જિલ્લાના ચુંટણીતંત્ર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ચુંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ એનઆરઆઇ સહિતના લોકો મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા રાખી છે તે મુજબ અમરેલી જિલ્લામાં પોસ્ટલ બેલેટથી મતદાન થઇ રહયુ છે તે મતદાનના દિવસ સુધી ચાલશે જો કે મતદાન કેટલુ થયુ છે તે તો ચુંટણીના દિવસે જાણવા મળશે પણ હાલ પોસ્ટલ મતદાન વેગવંતુ બન્યુ તેમ જાણવા મળ્યું છે.