અમરેલી જિલ્લામાંથી સાંજની લાંબા અંતરની એસટીને સ્લીપીંગ કરવા શ્રી ઉંધાડની માંગ

અમરેલી,

અમરેલી જીલ્લામાંથી સાંજના સમયે જે લાંબા અંતરની એસ.ટી. બસો ઉપડે છે.તે તમામ બસો સાદી સીટીંગ વાળી ઉપડે છે. તો આ સીટીંગવાળી બસના બદલે સ્લીપીંગ વાળી બસો મુકવાની વ્યવસ્થા કરવાની મારા સમક્ષ અનેક લોકોએ રજુઆત કરી છે. જેમા ખાસ કરીને સુરત, વડોદરા, મુંબઈ,અમદાવાદ, નવસારી, વાપી, ભરૂચ, આવા જે લાંબા અંતરીની બસો છે, તે તમામ રૂટોની બસો સ્લીપીંગ બસ કરવી જરૂરી છે. જેથી લાંબા અંતરમાં મુસોફરી કરતા નાના બાળકોથી લઈને વૃધ્ધો સુધી સૌ કોઈને આરામદાયક મુસાફરી કરી શકે તે માટે કાર્યવાહી કરવા પુર્વ મંત્રીશ્રી બાવકુભાઇ ઉંધાડે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને ભલામણ કરી .