અમરેલી જિલ્લામાં અખાત્રીજના આથમણા પવને વનરાજી ખીલી ઊઠે નો વર્તારો આપ્યો

અમરેલી,
આજે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધી આથમણી તેમજ નૈત્ય દિશા ના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે મધ્યમ ચોમાસાનો વર્તારો આપ્યો હતો.
કાઠીયાવાડમાં ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ વર્ષે અખાત્રીજ ની વહેલી સવારે 3 વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો. તેમજ સાથે સાથે નૈત્ય દિશામાંથી પણ ફણગીઓ જોડાતા ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા મોડી અને સાર્વત્રિક રીતે ન થાય તેવી શક્યતા વર્તાઇ હતી. આથમણો પવન વાતા “વનરાજી ખીલી ઉઠે” અને નૈૠત્ય દિશા ના પવનથી આગામી ચોમાસુ ગત વર્ષોના પ્રમાણમાં મધ્યમ રહે તેવો વરતારો થાય. સાથે સાથે ક્યારેક દક્ષિણ દિશામાંથી પણ પવન શરૂ