અમરેલી જિલ્લામાં અનલોક દરમિયાન માસ્ક માટે 50 લાખનો દંડ વસુલતી પોલીસ

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયની કામગીરી ભાવનગર રેન્જમાં પ્રથમ ક્રમે
  • ભાવનગર, બોટાદ અમરેલીના 1520 વાહનોમાં સૌથી વધુ 647 વાહનો અમરેલી જિલ્લામાં ડીટેઇન : એપેડેમીક એક્ટનાં પણ સૌથી વધુ 554 કેસ અમરેલી જિલ્લામાં

સુચનાના અનુસંધાને થયેલી કામગીરીમાં અમરેલી જિલ્લો પ્રથમ ક્રમે રહયો છે.
ભારત સરકાર દ્વારા તા.01/06/2020 થી 30/06/2020 સુધી અનલોક-1 જાહેર કરવામાં છે. તા. 1/07/2020 થી 31/07/2020 સુધી અનલોક-2 જાહેર કરવામાં આવેલ છે. અનલોક-1 તથા 2 માં લોકોએ પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે કઈ-કઈ તકેદારી રાખવી જોઈએ તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન નિર્દિષ્ટ કરવામાં આવેલ છે તેમ છતાં અમુક લોકો દ્વારા અનલોક-1 તથા 2 નો ભંગ કરતા જણાઈ આવતા રેન્જ પોલીસ દ્વારા ,નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.માસ્કનો કેસો દંડ ભાવનગર રેન્જમાં માસ્ક ન પહેરનાર 69,447 કેસો કરી રૂ/-1,38,89,400 દંડ કરવામાં આવેલ છે. ભાવનગર કેસ -3440 દંડ-68,08,800 અમરેલી કેસ-24456 દંડ-48,91,200 બોટાદ કેસ-10951 દંડ-21,90,200 તથા આઇપીસી 188,269,270,271 અને ભાવનગર રેન્જમાં એપેડેમીક ડીસીઝ એક્ટ 188,269,270,અને એપેડેમીક ડીસીઝ એક્ટ 2005 મુજબ કુલ-1132 ગુન્હા દાખલ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરમાં જિલ્લામાં 395 કેસ, અમરેલી જિલ્લામાં 554 કેસ તથા બોટાદ જિલ્લામાં 183 કેસ કરવામાં આવેલ છે.આ ઉપરાંત એમ.વી. એકટ-207 મુજબ 1520 વાહનો ડીટેઈન કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર જિલ્લામાં 547 વાહનો, અમરેલી જિલ્લામાં 647 વાહનો તથા બોટાદ જિલ્લામાં 326 વાહનો ડીટેઈન કરવામાં આવેલ છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ દ્વારા ભાવનગર અમરેલી અને બોટાદ જીલ્લાના લોકોને અપિલ કરવામાં આવે છે. કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ જાહેર કરેલ અનલોક-2 માં લોકો પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે તકેદારીનું સંપૂર્ણ પાલન કરવુ જેથી આપ તથા આપનો પરિવાર કોરોનાના સંક્રણમથી બચી શકે તથા નાઈટ કફર્યુ દરમ્યાન પોતાના ઘરથી બહાર ન નિકળવું તથા પોલીસને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે.