અમરેલી જિલ્લામાં અમી છાંટણાથી એક ઇંચ વરસાદ

  • હાથીગઢ, બોડીયા, ભેસાણ, સનાળીયા, સાજણટીંબા, અંટાળીયા, ખારામાં વરસાદ

અમરેલી,
અમરેલી જિલ્લામાં લાંબા મેઘ વિરામ બાદ ફરી વાતાવરણમાં પલટો આવતા ધ્ાુપ છાવ ભર્યા વાતાવરણ વચ્ચે આજે હાથીગઢ, બોડીયા, ભેસાણ, સનાળીયા, સાજણટીંબા, અંટાળીયા, હરીપર, ઢાંગલા, ખારામાં પોણાથી એક ઇંચ જેવો વરસાદ પડી જતા ખેતી પાકને ફાયદો થશે. યોગ્ય સમયે વરસાદ પડતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે તેમ શ્રીકાંત દાદાએ જણાવ્યુ હતુ. લીલીયામાં અડધો થી પોણો ઇંચ જેવો વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમ અશોકભાઇ વિરાણીની યાદીમાં જણાવાયુ છે. ખાંભા તાલુકાના સમઢીયાળા, ખોડી, ઇંગોરાળા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી પોણા ઇંચ વેજો વરસાદ પડતા ખેતી પાકને ફાયદો થશે તેમ રૂચીત મહેતાની યાદીમાં જણાવાયુ છે. લાઠીમાં આજે હળવા ભારે વરસાદના ઝાપટા પડયાનું સીકંદર કોરેજાની યાદીમાં જણાવાયુ છે. અમરેલી શહેરમાં ધ્ાુપછાવ ભર્યા વાતાવરણ વચ્ચે અમી છાંટણા થયા હતા.