અમરેલી જિલ્લામાં અષાઢી બીજના શુકન સાચવતા મેઘરાજા

અમરેલી જિલ્લામાં અષાઢી બીજ પુર્વે અને અષાઢી બીજે મેઘરાજાએ શુકન સાચવતા જિલ્લામાં હળવો ભારે વરસાદ નોંધાયો હતો. ગઇ કાલે રવિવારથી સવાર સુધીમાં જિલ્લાના ધારી 13મીમી, બગસરા 60 મીમી, બાબરા 15 મીમી, રાજુલા 2 મીમી, સાવરકુંડલા 4 મીમી નોંધાયા બાદ આજે અષાઢી બીજે અમરેલી 6 મીમી, ખાંભા 38 મીમી, ધારી 18 મીમી, બગસરા 7 મીમી, લાઠી 12 મીમી, લીલીયા 1 મીમી, વડિયા 11 મીમી, સાવરકુંડલા 11 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સાવરકુંડલા તાલુકાનાં વંડા, પીઠવડી, ભેકરા, ગણેશગઢ અને જીંજુડા સહિત ગામોમાં વરસાદ નોંધાયો હતો.
જયારે જિલ્લાના જાફરાબાદના દરિયામાં પણ ભયજનક સીગ્નલ લગાડી અને માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઇ છે.
જાફરાબાદથી રસુલખાન પઠાણ અને રાજુલાથી જયદેવ વરૂનો અહેવાલ જણાવે છે કે, હવામાન વિભાગ દ્વારા આવતા 5 દિવસ માટે અતિ ભારે પવન સાથે વરસાદ કુંકાવવાની આગાહી કરતા તંત્ર એલર્ટ બન્યું છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ભરના દરિયા કિનારે પણ અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે આજે જાફરાબાદ મેરી ટાઈમ બોર્ડ દ્વારા 3 નંબર સિંગ્નલ લગાવી આગમચેતીના ભાગ રૂપે પગલા લેવાય રહ્યા છે હાલ કોઈ વરસાદ પવન કોઈ અસર નથી માત્ર આગોતરૂ આયોજન કરાય રહ્યું છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવાય છે જ્યારે અહીં 2 માસ પહેલા આવેલ વાવાજોડાના કારણે અતિ ભારે નુકસાન બાદ જાફરાબાદ તમામ માછીમારો બંદર પર આવી ગયા હતા અને તમામ બોટોની અન્ય કામગીરીમા છે એક પણ બોટ માછીમારો દરિયામાં નથી જ્યારે ચોમાસામા અગાવથી મોટાભાગે માછીમારો દરિયો છોડી વતન કાંઠે આવી જતા હોય છે.
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરે એકવાગ્યા આસપાસ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને આજે સાવરકુંડલામાં ફરી મેઘાની મહેરથી પ્રકૃતિ સોળે કલાએ ખીલી
ઉઠી હતી આજે અષાઢી બીજના પાવન દિવસે ફરી મેઘરાજાએ દેખા દેતા જગતના તાત મા ખુશીની લહેર વર્ષ સારું થવાના સંકેત સાથે લોકોમાં હરખ ની હેલી ચડી હતી કુંડલાના વંડા પીઠવડી ભેકરા ગણેશગઢ ઝીંઝુડા સહિતના ગામોમાં એક થી પાંચ ઇંચ વરસાદના વાવડ મળ્યા છે તેમ સૌરભ દોશીના અહેવાલામાં જણાવાયું છે.અષાઢી બીજના સારા વરસાદથી ગીરની મચ્છુન્દ્રી નદીનો દ્રોણેશ્ર્વર ડેમ ઓવરફ્લો થયો હોવાનો ઉનાના પ્રતિનિધિ નિરવ ગઢીયાનો અહેવાલ જણાવે છે. બગસરાથી સમીર વિરાણીનો અહેવાલ જણાવે છે કે, બગસરામાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ ખેડૂત પુત્ર દ્વારા જોવાતી હતી અને ખેતરમાં એકદમ વાવેલું સુકાઈ ગયેલું હતું ત્યારે અષાઢી બીજ લોકો માટે ખેડૂત પુત્ર માટે લાભદાયી નીવડી અને સખત બે દિવસ થયા ધીમીધારે વરસાદ વરસતા લોકોમાં બધા ખેડૂત પુત્રોમાં આનંદ છવાયો હતો બગસરા પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા આસપાસના ગામડાઓમાં મેઘ મહેરથી આનંદ છવાઈ ગયો હતો.