અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં વાદળાઓ છવાયા હતા અને જિલ્લાામં હળવા ભારે વરસાદ શરૂ થયો હતો જયાં પણ સારો વરસાદ પડયો છે ત્યાં ખેડુતોએ વાવણી કાર્ય શરૂ કર્યુ છે અને જયાં વાવેતર થયેલ છે ત્યાં વરસાદ પડવાથી ખેતીપાકને ફાયદો થશે ગઇકાલે સવારના 10 થી સાંજના સુધીમાં અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 6 મીમી, રાજુલા 2 મીમી, લાઠી શહેરમાં દિવસભર વાદળછાયુ વાતાવરણ રહયા બાદ સાંજના લાઠી 25 મીમી વરસાદ પડી જતા સારા વરસાદના કારણે શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સારા વરસાદથી લોકોમાં ખુશી વ્યાપ્યાનું વિશાલ ડોડીયાની યાદીમાં જણાવાયુંં છે. લીલીયા 5 મીમી, જયારે આજે સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં અમરેલી 7 મીમી, ખાંભા 56 મીમી, બગસરા 10 મીમી, રાજુલા 3 મીમી, વડીયા 21 મીમી અને સાવરકુંડલામાં 49 મીમી વરસાદ નોંધાયો હતો.
આદ્રા નક્ષત્રમાં વરસાદ પડવાથી ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી હતી.અમરેલી તાલુકાના મોટા આંકડીયામાં આજે બપોર બાદ વાવણી જોગો ધોધમાર એક ઇંચ વરસાદ પડી જતા ખેડુતોમાં ખુશી વ્યાપી હતી અને સારા વરસાદથી લોકોએ ઉકળાટમાંથી રાહત મેળવી હતી ખાંભા તાલુકાભર અને મીતીયાળા અભિયારણ સહિત જંગલ વિસ્તારમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હોય તેમ બે ઇંચથી વધારે વરસાદ પડતા ખેડુતોના ખેતરો છલકાયા હતા અને ખાંભાની ધાતરવડી નદીમાં પુર આવતા નગરજનો પુર જોવા ઉમટી પડયા હતા ખાંભામાં મોસમનો પ્રથમ વરસાદ સવા બે ઇંચ જેટલો પડી જતા નદી નાળાઓ ઉભરાયા હતા વરસાદની વાવણી માટે રાહ જોતા ખેડુતો ખાતર બીયારણ પ્લાસ્ટીકની ખરીદી માટે ઉમટી પડયા હતા.