અમરેલી જિલ્લામાં આજથી ડબલસવારી બાઇક ઉપર પ્રતિબંધ

અમરેલી,
અમરેલી જિલ્લામાં આજથી ડબલ સવારી બાઇક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં આજ સુધી કોરોનાનો કોઇ પોઝીટીવ કેસ આવ્યો નથી અને ન આવે તેવુ સૌ ઇચ્છી રહયા છે પણ અત્યાર સુધી કોઇ કેસ નથી આવ્યો તેનું સૌથી મોટુ કારણ કલેકટરશ્રી આયુષકુમાર ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાય ની તકેદારી અને કાર્યવાહી છે હજુ પણ અમરેલીમાં તકેદારી જળવાઇ રહે તેના માટે સૌશ્યલ ડીેસ્ટન્સ જાળવવું જરુરી હોય એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા આજથી અમરેલી જિલ્લામાં બાઇક ઉપર ડબલ સવારી બંધ કરવાની સુચના જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આપવામાં આવી છે માત્ર મેડીકલ ઇમરજન્સી અને અતિ આવશ્યક સીવાયના તમામ કેસમાં કાનુની કાર્યવાહી કરવા પણ સુચના આપવામાં આવી છે અને આજથી આ નિયમનો કડક અમલ શરૂ થનાર હોવાનુ પણ જાણવા મળેલ છે.