અમરેલી,
અમરેલી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શરાબથી કરનારા ઉપર ત્રાટકવા અમરેલીના એસપીશ્રી હિમકરસિંહે પોલીસ બેડાને આદેશ કર્યો છે.
અવધ ટાઇમ્સ સાથેની વાતમાં એસપીશ્રી હિમકરસિંહે જણાવ્યું હતુ કે, નવા વર્ષની ઉજવણીમાં દારૂના દુષણને રોકવા માટે અમરેલી જિલ્લામાં આજે તા. 28ના સવારથી 15 ચેકપોસ્ટ શરૂ થઇ જશે જુનાગઢ,રાજકોટ,ગીરસોમનાથ,બોટાદ અને ભાવનગર સહિતના જિલ્લાઓની અમરેલી જિલ્લામાં થતી એન્ટ્રી ઉપર સખત ચેકીંગ કરાશે અને નશો કરી વાહન ચલાવનારને રોકવા ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો પણ આજથી પ્રારંભ થશે તથા દારૂની હેરાફેરી થાય તો રોકવા બાતમીદારોને સક્રીય કરાયા છે
શ્રી હિમકરસિંહે જણાવેલ કે અમરેલી જિલ્લામાં થતી રેવ પાર્ટીઓ ઉપર નજર રહેશે તેમા ફાર્મ હાઉસો ઉપરની રેવ પાર્ટીમાં શરાબ પીવાતો હોવાની બાતમી મળતા જ પોલીસ તાકીદે રેડ કરશે અને 31 ડીસેમ્બરની ઉજવણીમાં દારૂબંધીનો સખ્ત અમલ થશે.