અમરેલી જિલ્લામાં આજે કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમ રૂપાલાનું આગમન

અમરેલી,
કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા શનિ રવિ બે દિવસ અમરેલી જિલ્લાના પ્રવાસે છે તેઓ તા.23 શનિવારે 2.30 કલાકે દિલ્હીથી બાય એર રાજકોટ આવશે હીરાસર એરપોર્ટથી અમરેલી અને રાત્રે 8 વાગ્યે ઇશ્ર્વરીયા રાત્રી રોકાણ કરશે. તા.24 રવિવારે સવારે 8.30 કલાકે વાંકીયામાં કળશ યાત્રા કાર્યક્રમ બાદ 10.15 કલાકે કેટલફીડ પ્લાન્ટના સમારોહમાં હાજરી આપી રાષ્ટ્રીય ગોકુલ મીશન કાર્યક્રમ અને કેટલફીડ પ્લાન્ટની મુલાકાત બાદ 10.45 કલાકે અમર ડેરી ખાતે જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ સાથેની જનરલ મિટીંગમાં હાજરી આપશે 11 કલાકે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ સાંભળશે બાદમાં ઇશ્ર્વરીયા જશે અને 15.30 કલાકે રાજકોટ જવા નીકળશે હીરાસર એરપોર્ટથી બાય એર દિલ્હી રવાના થનાર હોવાનું જાણવા મળ્યુ .