અમરેલી જિલ્લામાં આજે જય જલીયાણનો નાદ ગુંજી ઉઠશે

અમરેલીમાં લોહાણા મહાજન વાડી ખાતે દર્શન પ્રસાદ સહિત કાર્યક્રમો : કોરોનાને કારણે જલારામ ભકતોએ માસ્ક સાથે સેનેટાઇઝ થઇ આવવા અનુરોધ કર્યો

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લાભરમાં આજે જલારામ જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી થશે. લોહાણા મહાજન દ્વારા આજે સંત શીરોમણી પુજ્ય જલારામ બાપાની 221મી જન્મ જયંતીની કોરોનાને કારણે સાદગી સભર અને સોશ્યલ ડીસ્ટન્સનાં પાલન સાથે ઉજવણી થનાર છે. તે માટે રઘુવંશીઓમાં ભારે ઉત્સાહ સાથે આસ્થા પ્રવર્તે છે. અમરેલી ઉપરાંત ધારી, બગસરા, સાવરકુંડલા સહિત જિલ્લાભરમાં આજે જલારામ જયંતી ઉજવી લોહાણા મહાજનપોતાની શ્રધ્ધા વ્યક્ત કરશે.
અમરેલી શહેરમાં કોરોના મહામારીનાં કારણે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ 221મી જલારામ જયંતીની સાદગી પુર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે. સવારે 8 થી રાત્રીનાં 9 સુધી લાઠી રોડ ઉપર આવેલ અંબાબેન નરશીદાસ સોઢા લોહાણા મહાજન વાડી ખાતે જલારામ બાપાનાં દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કોરોનાના કારણે જલારામબાપાની વર્ણાગી અને જ્ઞાતી મહાપ્રસાદનો કાર્યક્રમ મૌકુફ રાખવામાં આવેલ છે. દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓએ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સેનીટાઇઝર થઇને માસ્ક પહેરી આવવાનું રહેશે. જેની સર્વજ્ઞાતીજનોએ નોંધ લેવી. અને બાપાનાં દર્શનનો લાભ લેવા જણાવેલ છે. બાપાનો પ્રસાદ દરેક દર્શનાર્થીઓને પેકેટનાં સ્વરૂપમાં આપવામાં આવશે. તેમ એડી રૂપારેલની યાદીમાં જણાવાયું છે. સાવરકુંડલા ખાતે પ. પૂ. સંતશિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જલારામ બાપાનાં ભક્તજનો ખૂબ જ ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી કરતાં જોવા મળે છે. આ દિવસે બાપાનું પૂજન અર્ચન અને આ શુભ પર્વમાં બાપાની શોભાયાત્રા સમગ્ર શહેરમાં ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ અને ઉમંગ સાથે પૂર્ણ આસ્થા પૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારનાં ભક્તજનો ભક્તિમાં તરબોળ થઈ બાપાની શોભાયાત્રામાં સામૈયા સાથે બાપાનાં ગુણલાં ગાતા જોવા મળે છે. આ દિવસે લોહાણા વેપારી સમાજ પોતાના કામધંધા અને વ્યવસાય બંધ રાખી આખો દિવસ બાપાની આરતી પૂજા અર્ચના અને ભોજન ભજનમાં પસાર કરતાં જોવા મળે છે.
ધારીમાં આજે પુજય જલારામ બાપાની જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે નીચે મુજબ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 8 થી 9 જલારામ બાપાનુ પૂજન ભગવાન ની માયા કોળીપા શેરી ધારી, સવારે 9 થી 10 શ્રીજલારામ પુજન લોહાણા મહાજન વાડી માં ત્યાર બાદ શ્રી જલારામ બાપા ને અનકોટ ધરાવવા મા આવશે. અનકોટ પ્રસાદ દરેક લોહાણા જ્ઞાતિ ના તમામ ધરે તેમજ આજુ બાજુના ગામોમાં રહેતા લોહાણા જ્ઞાતિ ના ધરે રૂબરૂ પહોંચાડવામાં આવશે. જેની દરેક લોહાણા જ્ઞાતિ ના ભાઈઓ તથા બહેનોએ નોંધ લેવી અને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા તેમ પ્રમુખ ભરતભાઇ પોપટે જણાવ્યું છે.
બગસરા તેમજ વિશ્વમાં સંત શિરોમણી પૂ.શ્રી જલારામબાપાની જન્મ જયંતિ દર વર્ષે ધામધૂમ થી ઉજવવામાં આવેછે પરંતુ આ વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે મહામારી ફેલાવીછે અને સરકારશ્રી તેમજ સરકરી અધિકારીઓ દ્વારા કોરોના વાઇરસ સામે લોકોને જાગૃતિ લાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરેલછે અને સરકારશ્રી દ્વારા 200 લોકોને અનેક સત્કાર સમારંભમાં સરકારશ્રીની ગાઈડ લાઈન દ્વારા ભેગા થવા માટે છૂટ આપેલછે ત્યારે બગસરા લોહાણા મહાજન બગસરા દ્વારા વિશ્વવંદનીય સંતશિરોમણી પૂજયશ્રી જલારામબાપાની 221મી જન્મજયંતિ બગસરા રઘુવશી પરિવાર પોતાના ઘરે ઉજવણી કરસે તેવો નિર્ણય બગસરા લોહાણા મહાજનની કારોબારી મિટિંગમાં નિર્ણય કરવામા આવ્યોછે