અમરેલી જિલ્લામાં આજે ડો.આંબેડકર જયંતી ઉજવાશે

અમરેલી,

અમરેલી શહેર અને જિલ્લામાં આજે તા.14/4 ના ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતીની દલીત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે ડો.બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરવામાં આવશે. એજ રીતે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા મથકોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડો.આંબેડકર જયંતિ ઉજવવા આયોજન થયું છે.
અમરેલી શહેરમાં આજે સવારે 9 કલાકે ચિતલ રોડ, સવોર્દય સોસાયટી પાસે આવેલ આંબેડકર હોલથી જય ભીમના નારા સાથે રેલી નીકળશે જેમાં સર્વોદય, સિધ્ધાર્થે, જયોતીરાવનગર, શ્રી રંગ, દ્રારકેશ, જય ભીમવેસ્ટર્ન, ત્રિપદા, શાસ્ત્રીનગર, રઘુવીર તથા સરદાર સર્કલ મહાત્મા મુળદાસ સર્કલ, ડો.જીવરાજ મહેતા ચોક થઇને એસટી ડેપો પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી દલીત સમાજના આગેવાનો રાજકીય મહાનુભાવો સહિત ભાવવંદના કરવામાં આવશે અમરેલી સમસ્તના અનુજાતી દ્વારા રોડ ઉપર રોશની, વકતૃત્વ સહિતની સ્પર્ધાઓ યોજાશે કાર્યક્રમ સફળ બનાવવા કેકેવાળા, લક્ષ્મણભાઇ બગડા, બાબુભાઇ ચાવડા, રસીક પરમાર, જેપી પડાયા, રામજીભાઇ ચાવડા, સૈેયદ મકવાણા, રજનીભાઇ મકવાણા, નિલેશ લેઉવા, શ્રી ખેચરીયા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે તેમ લક્ષ્મણભાઇ બગડાએ જણાવ્યું છે.ખાંભાડો.આંબેડકર જયંતિ ઉજવવા આયોજન થયું છે. તા.14-4-23 શુક્રવારનાં રોજ જુનાગામ વિસ્તારમાંથી મેઇન બજારમાં શોભાયાત્રા નિકળશે તેમજ તમામ કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરને ફુલહાર કરાશે. ભગવતી પરા વિસ્તારમાંથી શોભાયત્રાનું પ્રસ્થાન થશે તેમ સામાજીક ન્યાય સમિતિ ચેરમેન ભારતીબેન બાબરીયા અને ખાંભા દલીત આગેવાન પ્રવિણભાઇ બાબરીયાએ જણાવ્યું .