અમરેલી જિલ્લામાં આ વખતની ચૂંટણીમાં રસપ્રદ જંગ લડાશે

અમરેલી,
1985થી સર્વ પ્રથમ અમરેલી વિધાનસભા સીટ ભાજપને આપનારા સૌરાષ્ટ્રના રાજકીય એપી સેન્ટર ગણાતા અમરેલી જિલ્લાએ ભાજપના મુળને મજબુત બનાવી પંચાયતથી પાર્લામેન્ટ સુધી મત આપ્યા હતા પણ ગુજરાતમાંથી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ગેરહાજરી પછી પાટીદાર અનામત આંદોલન સહિતના કારણે ભાજપનો ગઢ બનેલ અમરેલી જિલ્લા ભાજપમાં ઝીરો થઇ ગયો હતો પણ હવે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે અમરેલી જિલ્લામાં રસપ્રદ જંગ લડાશે તેવા સંકેતો મળી રહયા છે.
દી’ ઉગે અને સર્વે કરનારાઓના જિલ્લામાં આંટાફેરા જોવા મળે છે રાજકીય પક્ષોએ આ વખતે સર્વે કરનારી એજન્સીઓ ઉપર વધ્ાુ મદાર રાખ્યો છે તેના કારણે ઓણ સર્વે કરનારાઓની સંખ્યા પણ વધારે જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લામાં પોતાનો ગઢ પાછો મેળવવા માટે ભાજપ એકેય ઠેકાણે કચાશ નહી છોડે તેના માટે તમામ સ્તરેથી મહેનત કરાઇ રહી છે ભાજપની તમામ પાંખો સક્રિય બની છે અને જયાં કોઇ સમસ્યા જણાય તો એક કલાકમાં જ તેનું નિરાકરણ થાય તેવી તૈયારીઓ ઉપરથી કરાઇ હોવાનું જાણવા મળેલ છે.
બીજી તરફ ગઇ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે પાંચે પાંચ બેઠકો મેળવી અમરેલી જિલ્લામાં ભાજપના સુપડા સાફ કરી નાખ્યા હતા જેમા એક ધારાસભ્ય શ્રી જે વી કાકડીયાએ ભાજપમાં પ્રવેશ કરતા ખાલી પડેલી ધારી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે રાજયભરની બેઠકો સાથે આ બેઠક પણ મેળવી અને અમરેલીને ઝીરોમાં થી એક સીટ મળી હતી જેથી આ બેઠકોને જાળવી રાખવા કોંગ્રેસ આ વખતે પાછી નહી પડે અને અમરેલી જિલ્લામાં પોતાના માટે જગ્યા બનાવવા આપ પણ પાછુ નહી પડે અને કોઇ કકસર નહી છોડે આમ આદમી પાર્ટી અત્યારથીે જ ગુજરાતમાં પ્રચાર-પ્રસાર પાછળ અબજો ખર્ચી રહી છે અને તેની અસર પણ આવનાર સમયમાં દેખાશે.પણ આ વખતે સૌથી વધ્ાુ લોકો એક કોમન સવાલ કરે છે કે, આ વખતે શું લાગે છે ? તેનો જવાબ છે જો ગુજરાતમાં આપ ને આ વખતે નોંધપાત્ર કે બેકી સંખ્યામાં બેઠકો નહી મળે તો ગુજરાત ત્રીજા પક્ષને કયારેય સ્વીકારતુ નથી તે સાબીત થશે રહી વાત અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના કમીટેડ મતો કયાંય જશે નહી અમુક ટકા ્રગૃહીણીના અને બેરોજગારોના પરિવર્તન ઝંખતા ભાજપથી નારાજ મતો આપ લેશે અને કોંગ્રેસને વધ્ાુ ફાયદો થતો અટકાવશે તે સીધ્ાુ સાદુ ગણીત છે જેટલા આપના ઉમેદવાર સ્ટ્રોંગ તેટલો ભાજપને ફાયદો પણ વધારે રહેશે.