અમરેલી જિલ્લામાં ઉદ્યોગ શરૂ કરવા જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશીકભાઇ વેકરીયાએ પત્ર પાઠવ્યો

અમરેલી,
અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી કૌશીકભાઇ વેકરીયાએ રામકૃષ્ણ એકસપોર્ટ સુરતના ગોવિંદભાઇ ધોળકીયાને પત્ર પાઠવી જણાવેલ છે કે આપ વતન પ્રત્યે અપાર લાગણી અને લગાવ ધરાવો છો વતનનો વિકાસ અને રોજગારીથી રાજી થવાય તેવા ભુતકાળના અનેક પ્રયાસ અને પ્રચારમાં આપનો સાથ- સંગાથ અડીખમ મળ્યો છે મળતો રહેશે આપણો જિલ્લો કૃષિ પ્રવૃતાધિન છે. રોજગારી મેળવવા યુવા શક્તિ વતન બહાર વસવાટ અને વ્યવસાય ધરાવે છે પરંતુ કોરોના સંક્રમણથી પ્રભાવિત આ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં લોકો વતન પરત ફર્યા છે.
કુદરતી કે માનવ સર્જિત આફતમાં વારંવાર વતનની વાટ પકડતા તેજસ્વી અને ઓજસ્વી યુવાનો હવે આ જિલ્લામાં જ રોજગારી મળે તો જિલ્લો અને જમીન ધબકતી થાય તેવી ઇચ્છા અને આશા સેવી રહયા છે.
જે તરફ સૌનું ધ્યાન દોરી રહયો છુ. મંદી અને રોજગારી એ સામાન્ય સમસ્યા નથી દેશ, સમાજ અને પરિવારને કોરી ખાતી વૈશ્ર્વીક સમસ્યા છે. અનેક વિશિષ્ટા ધરાવતા આપણા જિલ્લાને આ સમસ્યામાંથી બહાર લાવવા આપણા બંધ્ાુ પરિવારજનો માટે જિલ્લામાં રોજગાર નિર્માણની તકો સર્જવા અને તેમાં સફળતા મેળવવા સહીયારો પુરૂષાર્થ ખુબ જ જરૂરી છે.
વતનનો વિકાસ કરવા આપ સૌના સાથ સહકાર અને સહયોગની અપેક્ષા રાખુ છુ. તેમ શ્રી વેકરીયાએ જણાવ્યુ હતુ.