અમરેલી જિલ્લામાં એએસઆઇ સહિત કોરોનાના વધુ સાત કેસ

  • કોરોનાના દર્દીની ખબર કાઢવા ગયેલા બગસરાની મહિલાને પણ કોરોના
  • પીપાવાવનાં એએસઆઇનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાંચ પોલીસ કવોરન્ટાઇન બગસરામાં 2, દોલતી, જાફરાબાદ, કૃષ્ણનગર અને ધારીમાં પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લામાં ગુરૂવારે પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઇ સહિત કોરોનાના વધુ સાત કેસ સામે આવ્યા છે અને કુલ કેસની સંખ્યા 204 થઈ છે.
પીપાવાવના આસીસટન્ટ પોલીસ સબ ઇન્સપેક્ટરના રાજકોટ કરાયેલા ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે અને તેની સાથે કામ કરનાર પાંચ પોલીસ કર્મચારીઓને પણ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આજે બગસરામાં 42 વર્ષના પુરુષ તથા ધારીમાં 55 વર્ષની મહિલા લાઠીના કૃષ્ણનગરમાં 40 વર્ષના પુરુષ બગસરામાં કોરોના વાળા દર્દીની જુનાગઢ ખબર કાઢવા ગયેલા કુંકાવાવ નાકા વિસ્તારમાં રહેતી 45 વર્ષની મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે સાથે સાવરકુંડલાના દોલતીમાં 62 વર્ષના વૃદ્ધ અને જાફરાબાદની 52 વર્ષની મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં હાલમાં 95 લોકો સારવાર હેઠળ છે અને 94 સાજા થઈ ગયા છે આજ સુધીનો મૃત્યુ આંક 15 છે.