અમરેલી,
અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી કોઈ શખ્સો જુદી જુદી કંપનીઓના એક ડઝન જેટલા મોબાઈલોની ચોરી કરી ગયાની પોલિસ મથકમાં ફરિયાદો નોંધાઈ છે.વડીયાના દેવગામમાં ધ્ૌવતભાઈ ભગવાનભાઈ ખાટરીયાનો વીવો કંપનીનો મોબાઈલ રૂ/-5,000 ની કિંમતનો કોઈ શખ્સ ચોરી ગયાની વડીયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,ધારી જુના બસ સ્ટેશન પાસે ડો.અગ્રાવતના દવાખાના નીચે પિયુષભાઈ કૌશિકભાઈ જોશીનો વીવો કંપનીનો સીમકાર્ડ સાથેનો મોબાઈલ રૂ/-9990 ની કિંમતનો કોઈ ચોરી ગયાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,અમરેલી ગાંધીબાગ પાસે હિતેશભાઈ જેન્તીભાઈ માધવાણી ઉ.વ.47 નો રેઈડ મી સીમકાર્ડ સાથેનો મોબાઈલ રૂ/-11,000 ની કિંમતનો કોઈ ચોરી ગયાની અમરેલી સીટી પોલિક મથકમાં ફરિયાદ નોંધાવી છે,નાગેશ્રીના મોટા માણસા ગામે ઉનાના મોટી મોલી ગામના રાઘવભાઈ જીવણભાઈ પરમાર ઉ.વ.34 નો ઓપો કંપનીનો મોબાઈલ રૂ/-5000 ની કિંમતનો કોઈ ચોરી ગયાની નાગેશ્રી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,સાવરકુંડલામા વરૂણ હોસ્પિટલમાં ભરતભાઈ ગોવિંદભાઈ રાવળદેવ ઉ.વ.45 રાકેશભાઈની દિકરીને દવાખાને બતાવવા જતા થેલીમાં રાખેલો વીવો કંપનીનો મોબાઈલ રૂ/-10,000 ની કિંમતનો કોઈ ચોરી ગયાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,ખાંભાના ગીદરડી ગામે શૈલેશભાઈ મનજીભાઈ પીપલીયા ઉ.વ.32 એ ટ્રેકટરના સ્ટેેરીંગમાં માવાની થેલીમાં રાખેલ રીયલ મી કંપનીનો રૂ/-12,000 ની કિંમતનો મોબાઈલ કોઈ ચોરી ગયાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,રાજુલા બસ સ્ટેશનમાં નીલમબેન પ્રવિણભાઈ કાપડી ઉ.વ.28 નો રીયલમી કંપનીનો મોબાઈલ ભીડનો લાભ લઈ રૂ/-13,000 ની કિંમતનો કોઈ ચોરી ગયાની રાજુલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,બાબરામા અલ્પેશભાઈ ભુપતભાઈ ધોળકીયા ઉ.વ.26 નો રીયલમી કંપનીનો મોબાઈલ રૂ/-15,000 ની કિંમતનો કોઈ ચોરી ગયાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,અમરેલી નાગનાથ સર્કલ પાસે લાઠીના રોહિતભાઈ વિનુભાઈ મકવાણા ઉ.વ.30 નો એ.આઈ રેડમી કંપનીનો સીમકાર્ડ સાથેનો મોબાઈલ રૂ/-7000 ની કિંમતનો કોઈ ચોરી ગયાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,અમરેલી બસ સ્ટેશનમાં ચલાલાના રીનાબેન રમણીકભાઈ ઘોઘારી ઉ.વ.24 નો ઓપો કંપનીનો સીમકાર્ડ સાથેનો મોબાઈલ રૂ/-12,000 ની કિંમતનો કોઈ ચોરી ગયાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,અમરેલી એસટી ડેપોમાં ખાંભાના ભુમિતભાઈ અરવિંદભાઈ વામજા ઉ.વ.29 નો વન પ્લસ 10મોબાઈલ સીમકાર્ડ સાથેનો રૂ/-43,000 ની કિંમતનો કોઈ ચોરી ગયાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,અમરેલીના શેડુભાર સીમમાં ઝરખીયા જવાના રસ્તે હકુભાઈ ઉર્ફે રભુ ખુમલભાઈ ભુંડેરીયાનો એમઆઈ રેડમી કંપનીનો મોબાઈલ રૂ/-6000 ની કિંજ્ઞતનો કોઈ ચોરી ગયાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ