અમરેલી જિલ્લામાં એક બનેલા ભાજપે બાજી જીતી

  • શ્રી પરસોતમભાઇ રૂપાલાએ ગામે ગામ સભાઓ ગજવી : ખુદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી બગસરામાં આવ્યા
  • કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ, મંત્રીશ્રી જયેશ રાદડીયા, સુરતથી શ્રી પ્રફુલ પાનસેરીયા, અમરેલી જિલ્લામાંથી શ્રી દિલીપ સંઘાણી, સાંસદશ્રી કાછડીયાએ સતત દેખરેખ રાખી
  • શ્રી કૌશીક વેકરીયા, શ્રી મનસુખ ભુવા સતત શ્રી જે.વી.કાકડીયાની સાથે ઉભા રહયા શ્રી સંજય ધાણક અને શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક, શ્રી રવુભા ખુમાણે રંગ રાખ્યો

અમરેલી,
એક સમયે ભાજપનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં હાલની સ્થિતીમાં પાંચેય ધરાસભાની બેઠકો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, પાલીકાઓ કોંગ્રેસ પાસે છે અને અમરેલી જિલ્લો કોંગ્રેસનો ગઢ બની ગયો હોય તેવી સ્થિતી વચ્ચે અમરેલી જિલ્લામાં એક બનેલા ભાજપે પેટા ચુંટણીની બાજી જીતી લીધી હતી.ભાજપના તેજાબી વક્તા અને કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ ધારી બેઠકમાં ગામે ગામ સભાઓ ગજવી હતી જ્યારે રાજ્યના સંવેદનશીલ અને પ્રજા વત્સલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ખુદ બગસરામાં આવ્યા હતા અને સભા ગજવી હતી શ્રી રૂપાણીનું નવુ સ્વરૂપ સૌએ જોયું હતુ જેણે સૌને પ્રભાવિત કર્યા હતા.ધારી બેઠક ઉપર રાજ્યના કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા, સુરતથી પુર્વ ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનસેરીયાએ ધારી બેઠક ઉપર ઓપરેશનો કર્યા હતા જ્યારે અમરેલી જિલ્લામાંથી શ્રી દિલીપ સંઘાણીએ સહકારી ક્ષેત્રને કામે લગાડયુ હતુ તથા સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ સંગઠન ઉપર સતત દેખરેખ રાખી હતી અને હાલમાં નવા વરાયેલા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશીક વેકરીયા તથા પુર્વ ધારાસભ્ય અને ભાજપના કસાયેલા આગેવાન શ્રી મનસુખ ભુવા સતત ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાની સાથે ઉભા રહયા હતા.જ્ઞાતીવાઇઝ સમિકરણો ભાજપ તરફી કરવામાં શ્રી સંજય ધાણક અને શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક તથા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રવુભા ખુમાણે રંગ રાખ્યો હતો આ ત્રણેય મહાનુભાવોએ કુંભાર, કાઠી ક્ષત્રીય અને ઇતર સમાજમાં ભાજપની લહેર જગાવી હતી.અમરેલી જિલ્લાની જિલ્લામાં આવેલી ગુજરાત વિધાનસભાની પાંચેય બેઠકો કોંગ્રેસ પાસે હતી જેને પાછી મેળવવામાં ભાજપને સફળતા મળી છે આખુ ભાજપ આ જંગમાં એક થયુ હતુ અને ભાજપના પાયાના આગેવાનો શ્રી પરસોતમભાઇ રૂપાલા, શ્રી દિલીપભાઇ સંઘાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા સહિતની ટીમ એક બની લડી અને પરિણામ મળ્યુ અને ભાજપમાં ગદારી કરનારા છાનામાના બેસી ગયા હતા જેનું પરિણામ સામે છે.