અમરેલી જિલ્લામાં એમિક્રોનનો કેસ આવે તો અલાયદા વોર્ડની વ્યવસ્થા

અમરેલી,
કોરોના સામે અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કાર્યવાહી સતત શરૂ છે અમરેલી જિલ્લામાં એમિક્રોનનો કેસ આવે તો અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે કોરોનાનો નવો વેરિયન્ટ એમિક્રોન તંત્ર માટે સાવ નવો હોય દર્દીઓ માટે શાંતાબા ગજેરા હોસ્પિટલ બિલ્ડીંગ બહાર વોર્ડની વ્યવસ્થા ગોઠવવા તૈયારીઓ થઇ રહી હોવાનું જાણવા મળેલ છે કારણકે કોવિડના દર્દીને જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવે તો બીજા દર્દીઓ ત્યાં આવતા અચકાતા હોવાથી પ્રાથમિક રીતે નર્સિગ હોસ્ટેલની તૈયાર કરેલ હોસ્પિટલમાં વોર્ડની વ્યવસ્થા થનાર હોવાનું જાણવા મળેલ છે.