અમરેલી, અમરેલી જિલ્લામાં લોકડાઉનને કારણે ખેડુતોને કપાસ અને મગફળીનું બીયારણ આપવા અને સબસીડી આપવા કેન્દીય કૃષિ મંત્રી શ્રી રૂપાલાને પત્ર પાઠવી અમર ડેરીનાં ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયાએ રજુઆત કરી છે.
કોવિડ 19 મહામારીના કારણે ઘના લાંબા સમયથી એગ્રો સેન્ટરો તથા બજારો સદંતર બંધ હોવાથી ખેડુતોના ખેતીપાકના બિયારણો મેળવવામાં ખુબ મુશ્કેલીઓ પડતી હોય તેવા સંજોગોમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખેડુત, પશુપાલન અને તમામ લઘુ ઉદ્યોગો પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન મુજબ આપણો દેશ સ્વનિર્ભર બને તે માટેની સૌથી વધ્ાુ ક્ષમતા ખેડુત, કિસાનો અને પુશપાલકમાં રહેલી છે.
તેવા સંજોગોને ધ્યાને લઇ નજીકના દિવસોમાં ચોમાસુ બેસતુ હોય અને ખેડુતો પાસે સતત લોકડાઉન રેવાના કારણે બિયારણની કોઇ વ્યવસ્થા ના હોય તેમજ આ સાલ ખેડુતો મોટા ભાગે મગફળીનું વાવેતર કરવા ઇચ્છા ધરાવતા હોય તેવા સંજોગોમાં તાત્કાલીક ધોરણે મગફળી અને કપાસના બિયારણના ખાસ સબસીડીનું પેકેજ આપી સત્વરે ખેડુતોને ખેતી પાકોના બિયારણ ઉપ્લબ્ધ કરાવવા અશ્ર્વિનભાઇ સાવલીયાએ રજુઆત કર્યાનું જણાવ્યુ છે.