અમરેલી જિલ્લામાં કરા સાથે માવઠુ ત્રાટક્યું

અમરેલી,
અમરેલી જિલ્લામાં માવઠાએ માજા મુકી હોય તેમ ફરી માવઠાના મંડાણ થયા છે ધારીના ગામોમાં આજે કરા સાથે વરસાદ પડતા રોડ ઉપરથી પાણી વહેતા થયા છે ધારી પંથકના ગામોમાં આજે બપોર બાદ એકાએક વાતાવરણ બદલાયું હતુ અને એકાએક ઘનઘોળ વદાળો વરસ્યા હતા ધારી ગીરના સરસીયા સુખપુર કાંગસા ગોવિંદપુર, દલખાણીયા, મીઠાપુર સહિત જંગલ વિસ્તારના ગામોમાં પણ કરા સાથે વરસાદ પડતા રોડ ઉપરથી વરસાદના પાણી વહેતા થયા હતા જંગલ વિસ્તારના ગામોમાં પણ વરસાદ પડયાના વાવડ છે સતત ચોથી વખત વરસાદ પડતા ખેતીપાકોને નુકસાન થઇ રહયુ છે સતત માવઠાથી લોકો ચિંતિત બન્યા છે.હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી શહેરમાં આજે બપોરના એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા ગાજવીજ મેઘગર્જના સાથે કરા સાથેનો 5 મીમી વરસાદ પડયો હતો અને શહેરના માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા રસ્તા ઉપર જતા રાહદારીઓ બાઇક ચાલકો કરા પડવાના કારણે સલામત સ્થળે ઉભા રહી ગયેલ અને ધંધાર્થીઓ પણ થોડીવાર માટે ધંધ્ો લાગી ગયા હતા અને અફડાતફડી મચી હતીલાઠી શહેર અને ગ્રામીણમાં પવન અને ગાજવીજ તડાકા ભડાકા સાથે કરા સાથેનું જોરદાર ઝાપટુ પડી જતા લોકોમાં ભાગદોડ મચી હતી અમરેલી તાલુકાના બાબાપુરમાં દેવરાજીયા અને સાજીયાવદરમાં પવન અને કરા સાથેનો વરસાદ પડયો હતો જયારે દામનગરમાં કડાકા ભડાકા સાથે છાંટા પડયા હતા ચલાલા તેમજ ધારીમાં આજે બપોરના વરસાદના ઝાપટાઓ પડયા હતા તેમજ લીલીયા શહેરમાં પણ છાંટા પડયા હતા દેવરાજીયા અને સાજીયાવદરમાં કરા સાથેનો વરસાદ પડયો હતો .
ગુજરાત ભર ઉનાળા વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો રાજ્યમાં જોરદાર ઉનાળા ની ગરમી વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરવામા આવી છે આ વચ્ચે બાબરા તાલુકાના ગળકોટડી દરેડ ખાખરિયા સહિત અનેક સ્થળોએ વરસાદી પાણી મેઈન બજારમાં વહેતા થયા હતા અને અમુક સ્થળોએ હળવા થી માધ્યમ ઝાપટાં પડયા હતા ભર ઉનાળે ગરમીમાં અચાનક જ કમોસમી પડતા ખેડૂતોમાં ભારે ચિંતા સેવાઈ રહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક સ્થળોઓએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોમાં રવિપાકને લઈને ચિંતામાં વધારો થયો છે આ વરસાદથી ચણા જીરું ઘઉં સહિત પાકને અસર જોવા મળી શકે છે.અમરેલી,અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલ કમોસમી વરસાદને કારણે પ્રાથમિક અહેવાલોના આધારે જિલ્લાના બગસરા ધારી ખાંભા લાઠી તાલુકાના કુલ 125 ગામોમાં સર્વે કામગીરી હાથ ધરવમાં આવી હતી જેમાં પ્રાથમિક તબકકે કુલ 23100 હેકટર વિસ્તાર અસરગ્રસ્ત જણાયેલ છે કુલ 32 ટીમો જેમાં ગ્રામ સેવક ખેતી મદદનીશ, ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકાારી અને મદદનીશ ખેતી નિયામકનો સમાવેશ થયો છે આ ટીમો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં હાલ સર્વે કામગીરીમાં ચણા ધઉં ધાણામાં વિગેરે મુખ્ય પાકોમાં નુકસાની જણાયેલ છે જે સર્વે ટીમો દ્વારા જીઓ ટેગીંગ કરી સ્થળ હકીકત પાક પરિસ્થિતિ નોંધવામાં આવેલ છે હાલ અંદાજીત કુલ 5900 હેકટર વિસ્તારમાં સર્વે કામગીરી થયેલ છે જયારે બાકી વિસ્તારમાં રીપોર્ટ સર્વે ટીમ દ્વારા સમયાંતરે કરવામાં આવેલ છે તેમ ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીવાડી અધિકારી શ્રી કાનાણીએ જણાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે અસરગ્રસ્તો ગામોમાંથી નુકસાન વળતર સહાયની રજુઆતો થતા અમરેલીના કલેકટરે બેઠક બોલાવી ટીમની રચના કરી ખેતીવાડી વિભાગ મારફત અસરગ્રસ્ત ગામોનો સર્વે કરવવા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે આયોજન કરવામાં આવ્યું હતુ તેના ભાગરૂપે સર્વે ટીમોએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી.હજુ સર્વે ટીમો દ્વારા સર્વે કામગીરીનો સંકલન થઇ રહયુ છે સંપુર્ણ સર્વે કામગીરી પુર્ણ થયા બાદ નુકસાનીનો કુલ આંકડો બહાર આવશે તે માટે તહેકીકાત જારી છે.