અમરેલી જિલ્લામાં કરા સાથે મીની વાવાઝોડું : નદીમાં પુર આવ્યાં

અમરેલી,
હવામાન વિભાગની વરસાદ પડવાની આગાહીના પગલે અમરેલી શહેર અને જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ અચાનક જ આકાશમાં વાદળાઓ છવાતા પવન અને ગાજવીજ સાથે જીલ્લામાં છુટોછવાયો વરસાદ પડવાથી અને ફાગણમાં અષાઢી માહોલ સર્જાતા ખેડુતોના જીવ તાળવે ચોટીં ગયા છે.અચાનક બદલાયેલા વાતાવરણ અને વરસાદના કારણે ખેડુતોએ વાવેતર કરેલ ઘઉં ,ચણા, જીરૂ,ધાણા, એરંડા જેવા તૈયાર થયેલ પાકો ઉપર વરસાદ પડવાના કારણે ખેડુતોને મોયે આવેલ કોળીયો ઝુંટવાય જાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.જયારે અમરેલી જીલ્લામાં તાઉતે વાવાઝોડામાં આંબાવાડીયામાં ભારે નુકશાન થયું હતું અને કેરીનો પાક નાશ પામ્યો હતો ત્યારપછી લાંબા સમયે અમરેલી જીલ્લામાં આંબાવાડીયામાં આંબાઓમાં ભરપુર મોર આવ્યો હતો. અને આ વખતે કેરીનો પાક પુષ્કળ થવાની ધારણાઓ પણ હતી.પરંતુ કુદરતે કાઈક જુદુ જ નકકી કર્યુ હોય તેમ ફાગણમાં અષાઢી માહોલ સર્જાતા અને કમૌસમી વરસાદના કારણે પવન ફુંકાવાથી કેરીના પાકને ભારે નુકશાન થવાની શકયતા છે.આંબાઓમાં પવનથી મોર ખરી ગયો છે તેમ જ ખાખડી પણ ખરી જતા કેરીના પાકને નુકશાન પહોચ્યું છે.અમરેલી જીલ્લામાં ગઈકાલે રવિવારે ધારી તાલુકાના ગોવિંદપુર, સુખપુર,કુબડા ,સરસીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો .જયારે ખાંભા તાલુકાના નાની વિસાવદર ભાડ ,નાનુડી જેવા ગ્રામિણ વિસ્તારોમાં બીજા દિવસે વરસાદ પડવાથી ખેડુતોને ચણા,જીરૂ અને કેરીના પાકને નુકશાન થયેલ છે.વડિયાના ખાખરીયા ગામે ધોધમાર વરસાદ પડવાથી ખેડુતો ચિંતામાં મુકાયા હતા .અમરેલી જીલ્લામા્ં સતત આજે ત્રીજા દિવસે પણ બપોરબાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવવાથી ગાજવીજ અને પવન સાથે જીલ્લામાં કયાક છાંટા તો કયાક કરા સાથેનો ધોધમાર વરસાદ પડયો