અમરેલી જિલ્લામાં કલેકટરશ્રી આયુષ ઓકની કોરોના સામેની લડત સફળ થઇ રહી છે : ઘેર ઘેર ટેસ્ટ શરૂ

  • 50 વર્ષથી મોટી ઉમરના દરેકના ટેસ્ટથી સંક્રમણ ઘટશે અને જાનહાની પણ અટકશે
  • આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં ડોર ટુ ડોર બિમાર અને 50 વર્ષની ઉમરના લોકોના એન્ટીજન ટેસ્ટ શરૂ : સોમવારે કોરોનાના 18 કેસ નોંધાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં કલેકટરશ્રી આયુષ ઓકની કોરોના સામેની લડત સફળ થઇ રહી હોય તેમ કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે અને હવે ઘેર ઘેર ટેસ્ટ શરૂ કરાયા છે કલેકટરશ્રીના આદેશને પગલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં ડોર ટુ ડોર બિમાર અને 50 વર્ષની ઉમરના લોકોના એન્ટીજન ટેસ્ટ શરૂ કરાયા છે 50 વર્ષથી મોટી ઉમરના દરેકના ટેસ્ટથી સંક્રમણ ઘટશે અને જાનહાની પણ અટકશે આ ઉપરાંત રવિવારે માત્ર 12 કેસ નોંધાયા બાદ આજે સોમવારે જિલ્લામાં કોરોનાના 18 કેસ નોંધાયા છે અને 26 દર્દીઓ સાજા થયા છે આજના 18 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 2366 થઇ છે.