Main Menu

અમરેલી જિલ્લામાં કાયદાનો ભંગ કરવા બદલ દર અર્ધો કલાકે એકની ધરપકડ

અમરેલી,સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો કાઠીયાવાડતરીકે પ્રસિધ્ધ છે અને અહી સૌથી વધારે રાજ સુશિક્ષીત એવા ગાયકવાડ સ્ટેટનું હતું અનેક બહારવટીયા અને અનેક પાવન સંતો તથા રાજયના પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડૉ. જિવરાજ મહેતા જેવા રાજકીય આગેવાનોની ભુમી અમરેલી હવે કંઇક કરવટ બદલી રહી હોય તેમ લાગી રહયું છે કારણ કે રખાવટ અને સબંધો અને સંતોની આ પાવક ભુમીમાં મારામારી અને કાયદાનો ભંગ કરવા જેવા બનાવોમાં સંડોવાઇને સરેરાશ 37 મીનીટે જિલ્લાનો એક નાગરિક પોલીસના લોકઅપનો મહેમાન બની રહયો છે જેથી હવે એ સવાલ ઉઠી રહયો છે કે આપણે કોણ હતા અને હવે કયાં જઇ રહયા છીએ…આખા ભારત વર્ષમાં એક પરિવારની જેમ રહેવામાં ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્રનો નંબર આવે અને તેમાય કોક માટે માથું મુકી દેવાની બાબતમાં તો અને મહેમાનગતીમાં કાઠીયાવાડ એટલે કે અમરેલી જિલ્લો પંકાય છે અનેક સંતોની પ્રાગટય ભુમી અને રાજકીય આગેવાનો જન્મ અને કર્મભુમી એવા અમરેલી જિલ્લામાં આ લખનારે ભુતકાળમાં જયારે અમરેલી જિલ્લામાં બનતી અપરાધની ઘટનાઓ ઉપર સંશોધન અને સર્વે કર્યો હતો પંદરેક વર્ષ પહેલા 24 કલાકમાં 19 લોકોની કોઇને કોઇ ગુનામાં ધરપકડ થતી હતી જયારે આજના આ જ આંકડા ચિંતાજનક રીતે વધી ગયેલા સામે આવ્યા છે આજે 24 કલાકમાં 38 જેટલા લોકો કોઇને કોઇ ગુનામાં પોલીસના એરેસ્ટ રજીસ્ટરમાં ચડી રહયા છે. એટલે કે બમણી સંખ્યા થઇ ગઇ છે. અને તેમાય ચિંતાજનક બાબત એ છે કે, આ તો પકડાયેલા આરોપીની સંખ્યા છે પણ ગુનો કરી ભાગી ગયેલા આરોપીની સંખ્યા તો અલગ જ છે.જોકે હમણા હમણા પોલીસ ઉપર આવેલા એસપીના પ્રેસરને કારણે પોલીસ સાતમા પાતાળેથી પણ આરોપીને શોધી લાવે છે તે પણ હકીકત છે. અમરેલી જિલ્લામાં કુલ 21 પોલીસ સ્ટેશન આવેલા છે જેમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ 70 જેટલા ગામ આવે છે અને ત્યા આઠ માસમાં એટલે કે 240 દિવસમાં 783 લોકોની ધરપકડ થઇ હતી તો અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 684 લોકોની ધરપકડ થઇ હતી.આજ રીતે જિલ્લાના ખાંભા,ચલાલા, જાફરાબાદ, જાફરાબાદ મરીન, ડુંગર, દામનગર, ધારી, નાગેશ્રી, પીપાવાવ, બગસરા, બાબરા, રાજુલા, લાઠી, લીલીયા, વડીયા, વંડા, સાવરકુંડલા શહેર, સાવરકુંડલા ગ્રામ્ય એમ 21 પોલીસ સ્ટેશન આવેલા છે તે તમામમાં આઠ માસ એટલે કે 240 દિવસમાં કુલ નવ હજાર બસોને એક લોકોની ખુન થી માંડી મારામારી કે પછી દારૂબંધી જેવા ગુનાઓમાં પોલીસના ચોપડે એરેસ્ટ કરાયા છે.આજે પણ અમરેલી જિલ્લાના ગામડાઓમાં આખુ ગામ પરિવારની જેમ રહે છે જયાં જયાં જુથ હોય ત્યા ત્યા બે બે જુથ સંપીને રહેતા હોય છે પણ ઉધમી એવા આ જિલ્લામાં આજે એ હાલત છે કે ગામડાના મુળ વતની ખેડુતો મોટા સીટીમાં સુરત અને અમદાવાદ કે પછી જિલ્લા કે તાલુકા કક્ષાના શહેરમાં જઇ રહયા છે અને ગામડાઓ ખાલી થઇ રહયા છે આ એક સામાજીક સમસ્યા છે પણ આ સમસ્યા વચ્ચે પણ એ ચિંતા સામે આવી છે કે, કાનુનનો ભંગ કરવાના સૌથી વધારે બનાવો સામે આવી રહયા છે.આ સીલસીલો કદાચ સામે એ માટે આવ્યો છે કે, પહેલાના સમયમાં બનાવો તો બનતા હશે પણ પોલીસ ચોપડે નોંધાવાની સંખ્યા ઓછી હશે જેને કારણે આ આંકડો વધીને સામે આવ્યો છે જોકે અમરેલીમાં એસપી શ્રી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ છેલ્લા એક વર્ષમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન થઇ રહયું છે અને તેના કારણે ઘણા લોકો ફરજીયાત રીતે નશાની લતથી બચી રહયા છે છે અને ઘણા દારૂના વેપારીઓ બહાર ગામ જતા રહયા છે તો ઘણાએ ધંધા પણ બદલી નાખ્યા છે પણ આમ છતા દારૂબંધીના ભંગના સૌથી વધારે ગુનાઓ દાખલ થઇ રહયા છે ધરપકડની વધારે સંખ્યાનું એક કારણ આ પણ હોય શકે છે. કારણ કે પહેલા મહીના દિવસે એકાદ વખત વિશેષ ઝુંબેશ હોય પણ હાલમાં તો પોલીસ તંત્ર દ્વારા રોજે રોજ દારૂની સામે ઝુંબેશ ચાલી રહી છે. જોકે આજ સુધી દારૂનું સેવન અને વેંચાણ સાવ બંધ નથી રહયું પણ હાલમાં જે કાર્ય ચાલી રહયું છે તેને કારણે તેનું પ્રણાન સાવ ઓછુ કરવામાં એસપી શ્રી નિર્લિપ્ત રાયને અચુક સફળતા મળવાની છે પહેલા જે કેસો નહોતા થતા તે હવે થઇ રહયા છે.અમરેલી જિલ્લામાં અસામાજીકોની સામે હીમતભેર લડાઇ અને તેને તેના સ્થાન જેલમાં મોકલવાની ઝુંબેશ અવિરત ચાલુ છે તેને તેમા કલેકટરશ્રી આયુષકુમાર ઓકનો સહયોગ મળ્યો છે જેના કારણે જેના આઝાદીથી આજ સુધી નામ નહોતા લેવાતા તેવા અમુક ગામડાઓના દાદાઓની દાદાગીરીનો અંત આવ્યો છે.ખનીજચોરી હોય કે વ્યાજખોરી હોય એક પછી એક એમ સતત અલગ અલગ ક્ષેત્રના પેધી ગયેલા લોકોને તેનું સ્થાન દેખાડયું છે.કાયદો કોને કહેવાય તેનો અહેસાસ કરાવ્યો છે. આ સાફસુફીને કારણે પણ લોકોની ધરપકડની સંખ્યા વધી હોય અમરેલી જિલ્લાની વસતીનો એક ટકો લોકો આ 2019ના વર્ષમાં હવાલાત જોઇ આવ્યા છે તેમ કહી શકાય.