અમરેલી જિલ્લામાં કાલે કોંગ્રેસનાં મોવડીઓ દાવેદારોને સાંભળશે

  • અમરેલી જિલ્લાની પાલિકાઓ, જિલ્લા, તાલુકા પંચાયતોની ચુંટણી અંતર્ગત શ્રી ડી.કે.રૈયાણી દ્વારા તડામાર તૈયારીઓ

અમરેલી,
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણીએ જણાવ્યાં મુજબ તા.4 ગુરૂવારે પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારીઓ દિલીપભાઇ પટેલ, રાજ મહેતા, પી.એમ.ખેની, અમિતભાઇ ઠુંમર, વિનુભાઇ ધડુક વિગેરે આગામી જિલ્લા તાલુકા પંચાયતો, પાલિકાઓની ચુંટણી લડવા ઇચ્છતા દાવેદારોને અમરેલીનાં જુના માર્કેટયાર્ડ કોંગ્રેસ કાર્યાલય ખાતે સાંભળશે ત્યાર બાદ પક્ષનાં આગેવાનો, હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી ફાઇનલ ઉમેદવાર નક્કી કરવા પ્રદેશ પ્રમુખ અમિતભાઇચાવડાને અહેવાલ મોકલશે, નક્કી થયાં મુજબ અમરેલી કુંકાવાવ સવારે 8 થી 9, લાઠી બાબરા 9 થી 10, સાવરકુંડલા લીલીયા 10 થી 11, ધારી બગસરા ખાંભા 11 થી 12, રાજુલા જાફરાબાદ બપોરે 3 થી 4 અને અમરેલી શહેર સવારે 8 થી 9, દામનગર બાબરા શહેર 9 થી 10, સાવરકુંડલા બગસરા શહેર સવારે 10 થી 11 દાવેદારોને સાંભળશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે.