અમરેલી જિલ્લામાં કેસરિયા,ગધિયા અને વેલણ સિંહની બોલબાલા

  • ગીરના સિંહના પ્રકાર કેટલા ?:અમરેલી જિલ્લામાંથી સાવજો હવે છેક રાજકોટ સુધી પહોંચ્યા છે ત્યારે ગીરકાંઠામાં જાણીતી પણ બીજા માટે સાવ અજાણી વાત 
  • ગીર જંગલ બહાર અમરેલીના રેવન્યું વિસ્તારમાં ગધિયા અને વેલણ સિંહ સૌથી વધુ જોવા મળે છે
  • કેસરિયા એટલે કે ડાલામથ્થા સિંહના કયારેય ટોળા નથી હોતા : તે ભાઇ સાથે જોડીમાં હોય

હમણા જ ધારીીના સરસિયા તરફથી ટીમલા અને અમરેલીના મોટા આંકડીયા થી બાબરા પંથક અને પાંચાળ વીંધીને રાજકોટ જિલ્લાને ધમરોળી રહેલા સિંહો સમાચારોમાં ચમકીે રહયા છે ત્યારે અહી સિંહો વિશે ગીરના જંગલના અભ્યાસુ એવા પત્રકાર શ્રી દિલીપ જીરૂકાએ કરેલ અવલોકનમાં જાણવા મળેલી બહુ ઓછા લોકોને જાણ હોય તેવી વિગતો આપવામાં આવી છે.
ગીર એ એશિયાટિક લાયન નું છેલ્લું નિવાસ સ્થાન માનવામાં આવે છે અને પુરા એશિયા માં માત્ર ગીર જુનાગઢ માં જ સિંહો બચવા પામ્યા હતા જેથી સિંહ નું છેલ્લું આશ્રયસ્થાન ગીર છે અહીં ગીર માં છેલ્લી સિંહ ગણતરી મુજબ 523 જેટલા સિંહો નોંધાયા હતા જે માં હાલ તેની સંખ્યા 600 જેટલી થઈ હોવાનો અંદાજ છે ત્યારે ગીરમાં વસતા અને કાયમ સિંહો સાથે રહેતા માલધારીઓ અને સિંહોના જાણકારમાં મતે ત્રણ પ્રકાર ના સિંહો ગીરમાં અને બૃહદ ગીરમાં વસે છે આ તમામ સિંહોના ડીએનએ સરખા જ છે પરંતુ તેની સાઈઝ તેના હાવભાવ, રહેણીકહેણી, સ્વભાવ અલગ અલગ છે અહીં વિજ્ઞાન આ વાત ને નહિ માને પરંતુ ઇતિહાસકાર અને સિંહોના જાણકાર અને માલધારીઓ સિંહોને જોઈને તેની જાતિ નક્કી કરે છે .
ખાંભા-કુંડલા વચ્ચેના મિતિયાળા નજીક ના ગામ અભરામ પરાના સિંહના જાણકાર કમલ નસીત જણાવે છે કે સામાન્ય રીતે સિંહ એટલે સિંહ પરંતુ સિંહો માં ત્રણ પેટા જ્ઞાતિ ઓ આવેલી છે જેમાં વેલણ ગધિયો અને કેસરિયો એમ ત્રણ પ્રકાર ના સિંહ ગીર માં જોવા મળે છે જેમાં કેસરિયો સિંહ ગીર માં વિશેષ જોવા મળે છે જે સિંહને એકલા રહેવું વધારે પસંદ છે અને હંમેશા કેસરિયો એટલે કે ડાલ મથો સિંહ એકલો જ હોય છે અને એકલો જ શિકાર કરે છે વધીને તેના ભાઇ સાથે જોડીમાં દેખાય છે જે જંગલ માં ગીચ જાડી ઓ માં રહેવાનું પસંદ કરે છે અહીં અમરેલી જિલ્લા માં બૃહદ ગીર માં રાજુલા વડાલ મિતિયાળા માં ખાભા માં કેસરિયો જોવા મળે છે જે કેસરિયો કદાચ અન્ય સિંહણ એ કેસરિયા સાથે પ્રજનન કરતા તેની વસ્તી છે પણ ખુબ ઓછી વસ્તીમા કેસરિયો સિંહ જોવા મળે છે ખાસ કરી રેવન્યુ વિસ્તારમાં વેલણ નામક સિંહ ની પ્રજાતિ વધુ છે જે દેખાવ માં સફેદ પીળો લાગે અને તે ટોળામાં જ રહેવાનું પસંદ કરે છે તે ખાસ કરી આસાન શિકાર શોધે છે જેમકે ગાય અને અન્ય પાલતુ પશુ ની તે વધુ શિકાર કરે છે.હાલ અમરેલીના જાફરાબાદ રાજુલા સાવરકુંડલા લીલીયા માં તે નર સિંહ ની વસ્તી વિશેષ છે અને બાવળોની કાટમાં તે રહેવાનું નું પસંદ કરે છે ત્યારે ગધિયોે સિંહ દેખાવ માં નાનો અને પાઠડો લાગે તે કેસરી રૂંવાટી વાળો હોય છે અને તે બે કેથી વધુ સિંહો સાથે રહે છે અને અનેક કિલોમીટર સુધી તે ચાલી ને પરિભ્રમણ કરે છે તે અન્ય સિંહ કરતા ચપળ વધુ છે અને તેને ખોરાક માં ગંધર્ભ એટલે કે ગધેડો વધુ પ્રિય છે અને ક્યારેક કયારેક તે ઘોડા નો પણ શિકાર કરી લે છે સાથે સાથે તે નીલગાય અને હરણનો પણ શિકાર કરી લે છે ત્યારે કેસરિયો ગદ્યિયો . અને વેલણ નામક ત્રણ સિંહોની જાતિ ગીરમાં અને બૃહદ ગીરમાં પ્રખ્યાત છે બધા સિંહો મૂળ ગીરના અને ડીએનએ બધાના સરખા છે પરંતુ જુદા જુદા વિસ્તારમાં માં રહી તેમનો સ્વભાવ તેમની આદત સિંહોનો સ્વભાવ જે તે વિસ્તાર ને આધીન થઈ જવા પામ્યો છે ત્યારે અહીં અમરેલી જિલ્લા ના 11 તાલુકા માં સિંહો નો વસવાટ નોંધાયો છે જેમાં રેવન્યુ વિસ્તારમાં માં રહેતા સિંહો અને જંગલના સિંહોના સ્વભાવ અલગ-અલગ છે ખૂંખાર નથી શાંત સ્વભાવ ના છે જયારે જંગલ ગીર માં વસતા કેસરિયા સિંહો ખૂંખાર છે દેખાવ માં ડર લાગે તેવા છે મૂળ પ્રજાતિ એક જ છે.