અમરેલી જિલ્લામાં કેસીસી કાર્ડથી વંચિત 17 હજાર કિસાનો માટે ઝુંબેશ

અમરેલી, આગામી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાના ઉદેૃશથી કેન્દ્ર સરકાર દ્રારા પી.એમ. સમ્માન નીધિ હેઠળના લાભાર્થી ખેડૂતો કે જેઓ કિશાન ક્રેડિટ કાર્ડ ધરાવતા ન હોય તેવા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના અમલ હેઠળ આવરી લેવા માટે કેન્દ્ર સરકાર દ્રારા તા. 8 મી ફેબ્રુઆરીથી તા. 23 મી ફેબ્રુઆરી, 2020 દરમિયાન હાથ ધરાયેલી રાષ્ટ્ર વ્યાપી ખાસ ઝુંબેશના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ જિલ્લા પ્રસાશન દ્વારા ઉકત સમયગાળા દરમિયાન ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ પૂરા પાડવાની ખાસ કામગીરી આરંભાઇ છે. આ ઝુંબેશ દરમિયાન ણભભ ની રૂા. 3 લાખની મર્યાદામાં બેન્ક એસોસીએશ તરફથી નિયત ચાર્જમાંથી સંપૂર્ણ મુકિત જાહેર કરેલ છે. એટલે કે કોઇપણ પ્રકારના ચાર્જ વિના નવા કિશાન ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઁસ્-ણૈંજીછશ માં કુલ 2,31,791 જેટલા ખેડૂતોએ લાભ લીધો છે. તેમજ જિલ્લામાં કુલ 2,14,655 જેટલા કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા ધારક ખેડૂતો છે. જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લાના 17,136 જેટલા ખેડૂતોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કિસાન ક્રેડિટ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક પાનાનું સરળ નિયત નમૂનાનું અરજીપત્રક વેબસાઇટ ુુુ.ચયિૈબર્ર્.ર્યપ.ૈહ તેમજ ુુુ.સૈંજચહ.ર્યપ.ૈહ પર ઉપલબ્ધ છે અને ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. જિલ્લાના સંબંધિત ગામોના સરપંચશ્રી, તલાટીશ્રી, બેન્ક મિત્ર, બેન્ક સખી અને સખીમંડળની બહેનો ખેડૂતોને બેન્કો સુધી પહોંચાડીને આ યોજનાના અમલમાં સહાયરૂપ બનશે.
જિલ્લા કલેકટરશ્રીએ વધુ વિગતો આપતાં ઉમેર્યુ હતું કે, કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ રૂા. 1.60 લાખની મર્યાદામાં કોઇ પણ જાતની જામીનગીરી કે તારણ(મોરગેજ) આપવાનું નથી. જે ખેડૂતે રૂા. 3 લાખની મર્યાદામાં ખરીફ પાક માટે ણભભ મેળવેલ હોય તેને કેન્દ્ર સરકાર તરફથી વ્યાજદરમાં 3 ટકા અને ગુજરાત સરકાર તરફથી વ્યાજદરમાં 4 ટકાની રાહત આપવામાં આવે છે. જયારે રવિ પાકમાં કેન્દ્ર સરકાર તરફથી વ્યાજદરમાં 3 ટકાની રાહત આપવામાં આવે છે. હવે પછી ખેડૂતોને પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે પણ ણભભ લાભ મળી શકશે.
જિલ્લાની સંબંધિત ગ્રામ પંચાયત કચેરીનુ કોમન સર્વિસ સેન્ટર (ભજીભ) પણ જરૂરીયાતમંદ ખેડૂતને ણભભ ના લાભ માટે ફોર્મ ડાઉનલોડથી લઇને તેની જરૂરી વિગતો ભરવી વગેરે જેવી કામગીરીમાં સહાયરૂપ બનશે. ઁસ્ કિસાન સમ્માન નિધિના લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લાના કૃષિ વિભાગ દ્રારા ખેડૂતોને જીસ્જી થી જાણ કરીને તેમને માહિતગાર કરાશે. જે તે ગામમાં ગ્રામસભાના આયોજન તેમજ બેન્કો દ્રારા ખાસ તાલુકાકક્ષાએ દરેક બેન્કો સાથેની બેન્કર્સ બેઠક કરીને આ યોજનાનો ખેડૂતો મહત્તમ લાભ લે તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર થકી સઘન લોકજાગૃતિ કેળવાશે.