અમરેલી જિલ્લામાં કોઇ વેપારી ચા પીવા માસ્ક ઉતારે તો પણ દસ રૂપીયાની ચા એક હજારમાં પડે છે..!

  • અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં પોલીસ તંત્ર દ્વારા 166 લોકોને દંડ
  • કોરોનાને અટકાવવા માટે માસ્ક જરૂરી પણ એક હજારનો દંડ આ સ્થિતીમાં અસહય : ડો. કાનાબાર

અમરેલી,
અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં પોલીસ તંત્ર દ્વારા કોરોનાના રોગચાળાને અટકાવવા માટે ફરજિયાત માસ્ક માટે ઝુંબેશ શરૂ કરી છે અને કોરોનાને અટકાવવા માસ્ક જરૂરી જ છે તેના માટે દંડ પણ હોવો જોઇએ પોલીસ તંત્રએ તા.1 થી 3 સુધીમાં જિલ્લામાં સ્કવોર્ડ બનાવી 166 લોકો પાસેથી એક લાખ 66 હજારનો દંડ વસુલ્યો છે.આવા સમયે ડો. ભરતભાઇ કાનાબારે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને ટેલીફોન દ્વારા રજુઆત કરી છે કે કોરોના વાયરસને અટકાવવામાં જરૂરી માસ્ક હાથવગુ હથિયાર છે તે સૌ સમજી ગયા છે પણ અત્યારની પરિસ્થિતીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધારાયેલ 1 હજારનો દંડ વધારે પડતો છે દુકાનમાં દુકાનદાર ચા પીવા માસ્ક ઉતારે તો પણ 10 રૂપીયાની ચા ના 1 હજાર ચુકવવાનો વારો આવે છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ સહાનુભુતીપુર્વક વિચારવાની ખાત્રી આપી છે.