અમરેલી જિલ્લામાં કોરોના નવ કેસ પોઝિટિવ અને એક શંકાસ્પદ દર્દી નું મોત

અમરેલી જિલ્લામાં શનિવારે કોરોના નવ કેસ નોંધાયા છે અને એક પોઝિટિવ દર્દી તથા એક શંકાસ્પદ દર્દીનું મૃત્યુ થયું છે
લોન કોટડા ગામના કોરોના પોઝિટિવ 55 વર્ષના મહિલા નું દરમિયાન મૃત્યુ થયું હતું આ ઉપરાંત મોટા બારમણ ગામના ૭૫ વર્ષના શંકાસ્પદ દર્દી કે જેમનો હજુ રીપોર્ટ આવ્યો નથી તેમનું પણ ગત મધરાત્રીના અવસાન થયું હતું
આજે લીલીયા મોટા કણકોટ માં ૩૬ વર્ષના પુરુષ લાઠીના કૃષ્ણગઢ માં ૨૮ વર્ષનો યુવાન અમરેલીના દેવરાજીયા માં ૫૫ વર્ષના પુરુષ સાવરકુંડલાના ધારકેરાળા માં 45 વર્ષના મહિલા ખાંભા ના મોટા બારમણ માં ૫૫ વર્ષના પુરુષ બગસરાના ખારી ગામમાં 59 વર્ષના પુરુષ બાબરા ના લોનકોટડા ના ૫૫ વર્ષના મહિલા બગસરા ના નવા વાઘણિયા ના ૩૯ વર્ષના પુરુષ અને અમરેલી ગજેરા પરા ના 50 વર્ષના પુરુષ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ સાથે અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 215 થઈ છે અને કોરોના થી મૃત્યુ આંક ૧૬ થયો છે