અમરેલી જિલ્લામાં કોરોનાનાં 7 પોઝિટિવ કેસ : નવા 15 શંકાસ્પદ દાખલ

  • ભેકરા, લાઠી, તરવડા, કોઠા પીપરીયા, ભાડ, ઇંગોરાળા અને બાબરામાં કોરોનાએ પંજો ફેલાવ્યો
  • લાઠીના પત્રકાર, લુણીધાર, અમરેલીનાં સુખનાથપરામાં 2, ગુરૂકૃપાનગર, હનુમાનપરા, ધારીના રાજસ્થળી, મોરજર, લાઠી, કેરાળા, ડમરાળા, ધોળાદ્રી સહિતના 15 દર્દીઓ દાખલ

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
આજે તા. 20 જુલાઈના અમરેલી જિલ્લામાં બપોરે 12 વાગ્યા પહેલા કોવિડ-19ના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. સાવરકુંડલાના ભેંકરાના 23 વર્ષીય મહિલા, લાઠીના 38 વર્ષીય મહિલા, અમરેલીના તરવડાના 36 વર્ષીય પુરુષ, ધારીના કોઠા-પીપરીયાના 72 વર્ષીય વૃદ્ધા, ખાંભાના ભાડના 40 વર્ષીય પુરુષ અને લીલીયાના ઈંગોરાળાના 59 વર્ષીય પુરુષ તથા બાબરાના 20 વર્ષના યુવકના કોવિડ-19ના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં 16 મૃત્યુ, 123 ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ 96 સારવાર હેઠળ છે. આજ સુધી કુલ 236 પોઝિટિવ કેસ નોંધાયેલ છે.આ ઉપરાંત રેપીડ ટેસ્ટમાં લાઠીના પત્રકાર પોઝિટિવ જણાતા તેમને તથા કુંકાવાવના લુણીધાર, સાવરકુંડલાના યુવાન અને વૃધ્ધા, અમરેલી સુખનાથપરાના બે વૃધ્ધા, ધારીના રાજસ્થળીના વૃધ્ધા, અમરેલી હનુમાનપરા ગોકુળગાર્ડના 65 વર્ષના વૃધ્ધા, લાઠી, ધારીના મોરજર, ગારીયાધારના ભમરીયા, લાઠીના વાણીયા શેરીના આધ્ોડ તથા અમરેલીના કેરાળાના વૃધ્ધ અને ગુરૂકૃપાનગરના મહિલા તથા ભેસાણના ડમરાળા ગામના આધ્ોડ અને જાફરાબાદના ધોળાદ્રીના 69 વર્ષના વૃધ્ધને દાખલ કરી તેના સેમ્પલ ભાવનગર મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુ:ખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર 02792-228212 તથા 82380 02240 અથવા રાજ્યની હેલ્પલાઇન 104 કે કેન્દ્રની હેલ્પલાઇન 1075 ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.