અમરેલી જિલ્લામાં કોરોનાનું બેફામ બેટીંગ : વધુ 26 પોઝિટિવ કેસ આવ્યાં

  • કલેકટરશ્રી આયુષ ઓકની લાલ આંખથી દર્દીઓના રિપોર્ટ 12 કલાકમાં આવવાના શરૂ થયા
  • બપોરે 14 અને સાંજે વધુ 12 કેસ આવ્યા : જિલ્લામાં કુલ કેસની સંખ્યા 378 : 214 દર્દીઓ સાજા થયા : 148 સારવારમાં

અમરેલી,
અમરેલીમાં મંગળવારે બપોરે કોરોનાનાં 14 કેસ આવ્યા હતા જેમાં જાફરાબાદના ટિંબીના 62 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના અમતૃવેલના 70 વર્ષીય પુરુષ, અમરેલીના ભક્તિનગર-વૃંદાવન પાર્કના 73 વર્ષીય પુરુષ, કુંકાવાવના ખજૂરીના 62 વર્ષીય પુરુષ, ખાંભાના લાસાના 42 વર્ષીય પુરુષ, અમરેલીના સાજિયાવદરના 42 વર્ષીય પુરુષ, અમરેલીના સાજિયાવદરના 40 વર્ષીય પુરુષ, અમરેલીના સાજિયાવદરના 39 વર્ષીય મહિલા, અમરેલીના સાજિયાવદરના 13 વર્ષીય કિશોરી, બગસરાના 35 વર્ષીય પુરુષ, બગસરાના 60 વર્ષીય પુરુષ, બગસરાના 45 વર્ષીય પુરુષ, બગસરાના ડેરી-પીપળીયાના 30 વર્ષીય પુરુષ અને કુંકાવાવના 22 વર્ષીય યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવેલા હતા.

અમરેલીમાં વધુ 12 કેસ આવ્યા:-

અમરેલીમાં બપોર બાદ વધુ 12 કેસ આવ્યા છે જેમાં ખાંભાના રાયડીના 42 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના કેરાળાના 65 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના પીયાવાના 55 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના ચીખલીના 39 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના 75 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના જીરા સીમરણના 70 વર્ષીય પુરૂષ, રાજુલાના મોટી ખેરાળીના 40 વર્ષીય પુરૂષ, ધારીના આંબરડીના 35 વર્ષીય પુરૂષ, ધારી નવી વસાહતના 30 વર્ષીય પુરૂષ, ધારી પ્રેમપરાની 14 વર્ષીય કિશોરી, લાઠીના શાખપુરના 59 વર્ષીય પુરૂષ, લીલીયાના પુંજાપાદરના 38 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.અમરેલીમાં કોરોનાની લેબ ન હોવાથી અને અમરેલીના રિપોર્ટ ત્રણ ત્રણ દિવસે આવતા હોવાથી કલેકટરશ્રી આયુષ ઓકએ અમરેલીના રિપોર્ટ તાકિદે મળે તે માટે કડક સુચના આપી કાર્યવાહી કરાવતા રવિવારથી અમરેલીથી ભાવનગર ગયેલા સેમ્પલના રિપોર્ટ માત્ર 12 કલાકમાં આવવાના શરૂ થયા છે.